કેળા ફાઈબરથી ભરપુર હોય છે, એવામાં ખાલી પેટ કેળા ખાવાથી ગેસ, પેટ ફૂલવુ, પેટમાં ચૂંક અને કબજિયાતની સમસ્યા થઈ શકે છે.
કેળામાં પોટેશિયમનું પ્રમાણ વધારે હોય છે. આથી તેના વધારે પડતા સેવનથી હાઈપરક્લેમિયા થઈ શકે છે. જેનાથી મસલ્સ નબળા પડવા અને હ્રદયના ધબકારા અનિયમિત થવાનો ખતરો વધી જાય છે.
આમ તો કેળા ખાવાથી એનર્જી મળે છે, પરંતુ ખાલી પેટ કેળા ખાવાથી તમને ખૂબ જ જલ્દી થાક લાગવા લાગે છે.
કેળાને ક્યારેય ખાલી પેટ ના ખાવા જોઈએ. ખાલી પેટ કેળા ખાવાથી શરીરમાં મેગ્નેશિયમની માત્રા વધે છે, જેના કારણે શરીરમાં કેલ્શિયમ અને મેગ્નેશિયમના લેવલમાં અસંતુલન વધી જાય છે
જો તમે ડાયાબિટીશના દર્દી હોવ, તો ખાલી પેટ કેળા ખાવાથી તમારા બ્લડમાં સુગરનું લેવલ વધી જાય છે. જે તમારા સ્વાસ્થ્ય માટે નુક્સાનદાયક નીવડી શકે છે.
જો તમે નાસ્તામાં કેળાનું સેવન કરવા માંગો છો, તો તમારી દૂધ સાથે કેળા ખાવા જોઈએ. જેનાથી તમને અનેક ફાયદા મળશે.
દહી સાથે કેળા ખાવા પણ લાભદાયી સાબિત થઈ શકે છે. આ માટે દહીમાં કેળાને કાપીને મિક્સ કરો અને પછી ખાવ. આ ખૂબ જ હેલ્ધી ઑપ્શન છે.