જે લોકોને હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા હોય, તેમના માટે વધારે કૉફી પીવી ખતરનાક હોઈ શકે છે. જે બ્લડ પ્રેશરને વધારવાનું કામ કરે છે.
કૉફી ભલે એનર્જી આપતી હોય, પરંતુ તેનું વધારે પડતુ સેવન કરવાથી પેટ સબંધી અનેક સમસ્યા થઈ શકે છે. વધારે કૉફી પીવાથી પેટમાં ગેસ્ટ્રિક હોર્મોનનું પ્રમાણ વધી જાય છે.
કૉફીમાં કેફીનનું પ્રમાણ વધારે પ્રમાણમાં હોય છે. એવામાં જો તમે પહેલાથી જ અનિંન્દ્રાની સમસ્યાનો સામનો કરી રહ્યાં હોવ, તો તેનાથી તમારી હાલત વધારે ખરાબ થઈ શકે છે.
કૉફીમાં કેફીનનું વધારે પ્રમાણ હોવાથી શરીરના હાડકા નબળા થવા લાગે છે. વધારે કૉફીનું સેવનથી શરીરમાં હાડકાની બીમારી ઑસ્ટીયોપોરોસિસ થવાની આશંકા વધી શકે છે.
જે લોકોમાં ડિપ્રેશનની સમસ્યા છે, તેમણે કૉફીનું સેવન ના કરવું જોઈએ. જે તમારી તબીયતને વધારે ખરાબ કરી શકે છે.
જે લોકોને ડાયાબિટીશ હોય, તેમણે કૉફી ના પીવી જોઈએ. જો તમે ચા પીતા હોવ, તો તેને પણ ઓછી કરી દેવી જોઈએ નહીંતર તમારી તકલીફ વધી શકે છે.
જો તમે પાચન સબંધી સમસ્યાથી પીડિત હોવ, તો કૉફીને હાથ પણ ના લગાડશો. કૉફી ડાઈઝેશનને વધારે ખરાબ કરે છે. જેનાથી કબજિયાત અને ઝાડા પણ થઈ શકે છે.