લસણમાં એલીસિન અને એલીસ્ટાટિન જેવા ઘણા ગુણકારી કંપાઉન્ડ રહેલા હોય છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. લસણથી બનેલી ચટણી ડાયેટમાં સામેલ કરવાથી તમે સ્વાસ્થ્યને લગતી ઘણી સમસ્યા ઘટાડી શકો છો. આવો જાણીએ તેના ફાયદા વિશે.
ભોજન સાથે લસણની ચટણીનું સેવન કરવાથી પાચન શક્તિ મજબૂત થાય છે. લસણમાં પાચન સુધારવાવાળા ગુણ હોય છે, જે પાચન તંત્રની કાર્ય ક્ષમતાને સુધારવામાં મદદ કરે છે.
લસણમાં નેચરલી એન્ટિ-બેક્ટેરિયલ, એન્ટિ-વાયરલ અને એન્ટિફંગલ ગુણો હોય છે, જે રોગ પ્રતિકારક ક્ષમતા વધારે છે. લસણની ચટણીનું સેવન કરવાથી ઈમ્યૂન સિસ્ટમ મજબૂત થાય છે, જેનાથી શરીરમાં વાયરલ ઇન્ફેક્શનનું જોખમ ઘટી શકે છે.
લસણમાં હૃદય સ્વાસ્થ્યને વધારવાવાળા ગુણો હોય છે. આમાં મરહેલા એલીસિન નામનું કંમ્પાઉન્ડ રહેલું હોય છે, જે હૃદય સ્વાસ્થ્ય સુધારવામાં મદદ કરે છે. રોજ ભોજનની સાથે લસણની ચટણીનું સેવન કરવાથી હૃદયને લગતી સમસ્યાઓનું જોખમ ઘટે છે.
લસણમાં રહેલું એલીસ્ટાટિન નામનં કંપાઉન્ડ હાઇ બ્લડ પ્રેશરનો કંટ્રલો કરવામાં મદદ કરી શકે છે. રાત્રે ભોજનમાં લસણથી બનેલી ચટણીનું સેવન કરવાથી બ્લડ પ્રેશરની સમસ્યામાં રાહત મળે છે.
લસણમાં પ્રાકૃતિક રીતે એન્ટિકોલેસ્ટ્રોલ ગુણ હોય છે, જે તમારા કોલેસ્ટ્રોલના સ્તરને ઘટાડવામાં મદદ કરી શકે છે. નિયમિત રીતે આહારમાં લસણથી બનેલી ચટણીનું સેવન કરવાથી સંપૂર્ણ સ્વાસ્થ્યને ફાયદો થાય છે.
લસણમાં નેચરલી એન્ટિઓક્સિડેન્ટ ગુણ રહેલા હોય છે, જે ત્વચાને લગતી ઘણી સમસ્યાઓને ઘટાડવામાં મદદ કરે છે. આહારમાં લસણથી બનેલી ચટણીને સામેલ કરવાથી ત્વચા પર ઇન્ફેક્શન અને એલર્જી વગેરેની સમસ્યા રહેતી નથી.