સવારે ઉઠતા જ ચાની જગ્યાએ આ હેલ્ધી પીણા પી જુઓ, દિવસભર રહેશો ફ્રેશ


By Sanket M Parekh18, Jul 2023 04:32 PMgujaratijagran.com

ગ્રીન ટી

જો તમે સવારે ચાની જગ્યાએ ગ્રીન ટીનું સેવન કરો છો, તો તે ખૂબ જ હેલ્ધી હોય છે. આ સાથે ગ્રીન ટી વેઈટ લૉસ કરવામાં પણ મદદ કરે છે.

હળદરવાળું દૂધ

હળદરનું દૂધ પીવાથી સ્વાસ્થ્યને અનેક જાદુઈ ફાયદા મળે છે. હળદરવાળુ દૂધ ઈમ્યૂનિટી વધારવામાં મદદગાર સાબિત થાય છે.

લેમન ટી

તમે સવારના પહોરમાં લેમન ટીનું સેવન કરી શકો છો. જો તમે વેઈટ લૉસ કરવા માંગતા હોવ અથવા હેલ્ધી સ્કિન માટે કોઈ ડ્રિન્ક વિશે વિચારી રહ્યાં હોવ, તો લેમન ટી બેસ્ટ સાબિત થઈ શકે છે.

કેસરનું પાણી

જો તમે તમારું વજન ઓછુ કરવા માંગતા હોવ, તો કેસરનું પાણી પી શકો છો. જેથી વેટ લૉસમાં સહાયતા મળે છે. આ સાથે જ સ્વાસ્થ્ય પણ સારુ રહે છે.

મધનું પાણી

તમારા દિવસની શરૂઆત તમે હની વૉટર સાથે કરી શકો છો. જે તમારી બૉડી ડિટૉક્સ કરવામાં મદદ કરી શકે છે.

બ્લેક કૉફી

સવારે ચાની જગ્યાએ બ્લેક કૉફી પીવી તમારા માટે બેસ્ટ સાબિત થઈ શકે છે. જેના સેવનથી બૉડીમાં એનર્જી બની રહે છે.

સવારના પહોરમાં લસણની બે કળી ખાઈ જુઓ, થોડા દિવસમાં જડમૂળથી ખતમ થઈ જશે આ 7 રોગ