શું તમે પણ વાળમાં કેમિકલયુક્ત હેર કલર નાંખો છો? તો જાણી લો તેનાથી થતાં નુક્સાન
By Sanket M Parekh2023-05-11, 16:07 ISTgujaratijagran.com
એલર્જી
વાળ પર કેમિકલ યુક્ત હેર કલર લગાવવો ત્વચા માટે પણ હાનિકારક હોઈ શકે છે. જેને લગાવવાથી બળતરા થવા સાથે ખણ આવવાની સમસ્યા થઈ શકે છે.
વાળ ખરવા
કેમિકલ યુક્ત હેર કલર લગાવવાથી વાળના ગ્રોથ પર પણ અસર થાય છે. જેનાથી વાળ તૂટવા અને ખરવાની સમસ્યા થઈ શકે છે. એનાથી બચવા માટે કેમિકલ ફ્રી હેર કલરનો ઉપયોગ કરવો હિતાવહ છે.
આંખો માટે નુક્સાનકારક
કેમિકલ યુક્ત હેર કલર લગાવવાથી આંખોને પણ નુક્સાન થઈ શકે છે. ઘણી વખત તેને લગાવતી વખતે કલર આંખો સુધી પહોંચી જાય છે, જેથી આંખની રોશનીને પણ અસર થઈ શકે છે.
શ્વાસ લેવામાં તકલીફ
કેટલાક હેર કલરમાં પરસલ્ફેટ નામનું તત્વ હોય છે, જેથી અસ્થમાની સમસ્યા વધી શકે છે. જો તમે અસ્થમાના દર્દી હોવ, તો કેમિકલયુક્ત હેર કલર લગાવવાનું ટાળો.
વાળને પાતળા બનાવશે
કેમિકલ યુક્ત હેર કલર લગાવવાથી વાળ પાતળા અને નબળા પડી શકે છે. જેમાંથી મળનાર હાનિકારક કેમિકલ વાળના મૂળિયાને નબળા પાડે છે, જેથી વાળ ખરવા લાગે છે.
વજન ઘટાડવા માટે આ રીતે ખાવ કેળા, ઝડપથી થશે વેટ લૉસ