વજન ઘટાડવા માટે આ રીતે ખાવ કેળા, ઝડપથી થશે વેટ લૉસ


By Sanket M Parekh2023-05-11, 15:59 ISTgujaratijagran.com

કેળાની ચા

વજન ઘટાડવા માટે તમે કેળાની ચા બનાવીને પી શકો છો. જેમાં ફાઈબર હોય છે, જેનાથી તમને લાંબા સમય સુધી ભૂખ નહીં લાગે. નિયમિત આવી ચા પીવાથી તમે સરળતાથી વજન ઘટાડી શકો છો.

પીનટ બટર અને કેળા

વજન ઘટાડવા માટે પીનટ બટરની સાથે કેળા ખાવા શ્રેષ્ઠ વિકલ્પ છે. પીનટ બટરમાં ફાઈબર ભરપુર હોય છે, જેને ખાવાથી ભૂખ ઓછી લાગે છે, જેથી વજન ઘટવામાં સરળતા રહે છે.

બાફેલા કેળા

બાફેલા કેળા ખાઈને પણ તમે વજન ઘટાડી શકો છે. બાફેલા કેળામાં કેલરી ઓછી થઈ જાય છે, જેથી તે પચવામાં સરળ બને છે. જેને ખાવાથી શરીરને ભરપુર વિટામિન-એ મળે છે.

બનાના ઑટમીલ

વજન ઘટાડવા માટે તમે બનાના ઓટમીલ પણ ખાઈ શકો છે. સવારે નાસ્તામાં તેને ખાવાથી લાંબા સમય સુધી પેટ ભરેલુ રહે છે, જેથી તમે ઑવર ઈટિંગથી બચો છો. આમ કરવાથી વજન ઘટવામાં સરળતા રહે છે.

કેળા સાથે ડ્રાય ફ્રૂટ

કેળા અને ડ્રાય ફ્રૂટ વજન ઓછું કરવામાં મદદ કરે છે. આ માટે તમે સવારે નાસ્તામાં કેળાની સાથે બદામ, પિસ્તા જેવા ડ્રાય ફ્રૂટ લઈ શકો છો.

સાવધાન! પગના તળિયામાં બળતરા રહે છે, તો આ ગંભીર બીમારીનો હોઈ શકે છે સંકેત