સાવધાન! પગના તળિયામાં બળતરા રહે છે, તો આ ગંભીર બીમારીનો હોઈ શકે છે સંકેત


By Sanket M Parekh2023-05-11, 15:50 ISTgujaratijagran.com

સ્વાસ્થ્ય સબંધી સમસ્યાનો સંકેત

પગના તળિયામાં બળતરા થવી અનેક ગંભીર સ્વાસ્થ્ય સબંધી સમસ્યાનો સંકેત પણ હોઈ શકે છે. તો ચાલો જાણીએ, પગના તળિયામાં બળતરા થવા પાછળ ક્યાં કારણો જવાબદાર હોઈ શકે છે

કિડનીની સમસ્યા

કિડની સાથે સંકળાયેલી કોઈ પણ સમસ્યા થવા પર તેની કાર્યક્ષમતાને અસર થાય છે, જેના કારણે લોહીમાં ટૉક્સિન બને છે અને પગમાં સોજા આવવા સાથે તળિયામાં બળતરા થાય છે.

એથલીટ્સ ફૂટના કારણે

એથલીટ્સ ફૂટ એક ફંગલ ઈન્ફેક્શન છે, જે એથલીટ્સને વધારે થાય છે. જેને ટિનિયા પેડીસ પણ કરે છે. જેમાં અંગૂઠાના નખ અને હાથને અસર કરે છે અને જલ્દી બળતરાની સમસ્યા વકરવા લાગે છે.

હાઈપોથાઈરૉઈડિઝ્મના કારણે

હાઈપોથાઈરૉઈડિઝ્મ તમારા શરીરના હોર્મોનના સંતુલનને બદલી નાંખે છે. જેના કારણે સોજા આવે છે, જે નસો પર દબાણ નાંખે છે. હાઈપોથાઈરૉઈડિઝ્મમાં પગના તળિયામાં બળતરા થવા સાથે ડ્રાય સ્કિનની સમસ્યા પણ થાય છે.

પોષણની કમી

પોષણની ઉણપ પણ પગના તળિયામાં બળતરાનું કારણ હોઈ શકે છે. કુપોષણના કારણે પગમાં બળતરાની સમસ્યા થાય, તો તરત જ ડૉક્ટરની સલાહ લેવી હિતાવહ છે

સેન્સરી ન્યૂરોપેથીના કારણે

SFSN એક દર્દનાક ન્યૂરોપેથી છે, જેના કારણે અવારનવાર પગના તળિયામાં બળતરા થાય છે.

ડાયાબિટિક ન્યૂરોપેથીના કારણે

વર્ષોથી અનિયંત્રિત હાઈ બ્લડ સુગર ધીમે-ધીમે બ્લડ વેસલ્સ અને નસોને નુક્સાન પહોંચાડે છે. જેથી શરીરના અનેક ભાગો બહેરા થઈ જાય છે, જેના કારણે જે-તે અંગોમાં બળતરાની સમસ્યા સર્જાય છે.

41 વર્ષે પણ છે ફિટ, જાણો શું છે ધોનીની ફિટનેસનું રહસ્ય