ગરમીમાં સ્વાસ્થ્ય માટે વરદાન મનાય છે 'સાકર', નિયમિત ખાવાથી થશે આ ફાયદા


By Sanket M Parekh2023-05-11, 15:40 ISTgujaratijagran.com

પાચન તંત્ર માટે ફાયદાકારક

પાચન પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે સાકરનું સેવન ફાયદેમંદ છે. વરિયાળી સાથે સાકરનું સેવન કરવાથી તમે ગરમીમાં પાચન સબંધી અનેક સમસ્યાથી બચી શકો છો.

આંખ માટે ફાયદેમંદ

સાકરના ઔષધીય ગુણોના કારણે તેના સેવનથી આંખને સ્વસ્થ રાખવામાં મદદ મળે છે. જેનું નિયમિત સેવન તમને મોતિયા જેવી સમસ્યાથી પણ બચવામાં પણ મદદ કરે છે.

નૉઝ બ્લિડિંગથી છૂટકારો

નાકથી લોહી પડવાની સમસ્યામાં સાકરનું સેવન ફાયદાકારક છે. સાકરની તાસિર ઠંડી હોય છે, જે બૉડીને કુલિંગ ઈફેક્ટ આપીને ગરમીથી બચાવી શકે છે.

મોટાપાથી છૂટકારો

ગરમીમાં વજન ઓછું કરવાનું વિચારી રહ્યા હોવ, તો સાકરનું સેવન ફાયદાકારક નીવડી શકે છે. વરિયાળી અને સાકરને ગ્રાઈન્ડ કરી લો, જે બાદ રોજ સવારે પાણીમાં આ પાવડર મિલાવીને પીવાનું શરૂ કરી દો.

બૉડી એનર્જી માટે

સાકરમાં સુક્રોજનું સારું પ્રમાણ હોય છે, જે ગરમીમાં શરીરને ઈન્સ્ટન્ટ એનર્જી આપવાનું કામ કરી શકે છે. દરરોજ સાકરનું સરબત પીવું ફાયદાકારક છે.

એનીમિયામાં ફાયદેમંદ

એનીમિયાની સમસ્યામાં સાકરનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદેમંદ હોઈ શકે છે. સાકરના સેવનથી હિમોગ્લોબિન લેવલ બૂસ્ટ થાય છે, જેથી લોહી વધવાની સાથે બ્લડ સર્ક્યુલેશન પણ સુધરે છે.

અફઘાનિસ્તાનના બુમરાહ ઉર્ફ નવીન ઉલ હકના શાનદાર રેકોર્ડ