આ રીતે ચહેરા પર લગાવો છાશ, મળશે ઘણા ફાયદા


By Hariom Sharma2023-05-11, 08:30 ISTgujaratijagran.com

ટેનિંગ દૂર કરે

ચહેરાની ટેનિંગ દૂર કરવા માટે છાશનો ઉપયોગ કરી શકો છો. છાશ અને ટામેટાનો રસ એક સરખો મિક્સ કરીને ચહેરા પર લગાવવાથી ટેનિંગની સમસ્યામાં રાહત મળે છે.

ઓઇલી સ્કીન

જો તમારી સ્કીન ઓઇલી છે તો છાશ અને મુલતાની માટીની પેસ્ટ લગાવવાથી ફાયદો મળે છે. આ કારણે મુલતાની માટીમાં છાશ મિક્સ કરીને પેસ્ટ બનાવો અને ચહેરા પર લગાવો. સૂકાયા બાદ ચહેરો પાણીથી ધોઇ લો.

સુંદરતા વધારે

છાશમાં હળદર અને બેસન મિક્સ કરીને પેસ્ટ બનાવી લો. અડધો કલાક સુધી આ પેસ્ટને ચહેરા પર લગાવો. આ પેસ્ટને અઠવાડિયામાં એકથી બે વાર લગાવવાથી ચહેરા પર નેચરલ ગ્લો આવે છે.

મોઇશ્ચરાઇઝ કરે

ચહેરા પર છાશનો ઉપયોગ મોઇશ્ચરાઇઝ તરીકે પણ કરી શકો છો. છાશમાં રહેલું મોઇશ્ચરાઇઝિંગ ગુણ તમારા ચહેરાને સોફ્ટ બનાવી શકે છે. આ માટે છાશમાં ગુલાબ જળ મિક્સ કરો.

ડાઘા ઘટાડે

છાશમાં અખરોટ પાવડર અને હળદર મિક્સ કરીને પેસ્ટ બનાવો અને ચહેરા પર 30 મિનિટ સુધી લગાવો. છાશ અને ચંદનની પેસ્ટથી પણ ચહેરાના ડાઘાને ઘટાડી શકાય છે.

ગરમીમાં ચહેરા પર શું લગાવું?