અત્યારના દિવસોમાં એર કન્ડિશનર (AC)નો ઉપયોગ ખૂબ જ વધી ગયો છે. ઑફિસથી લઈને ઘરમાં લોકો પોતાનો મોટાભાગનો સમય ACમાં જ બેસીને વીતાવતા હોય છે.
AC રૂમમાંથી અચાનક બહારના ગરમ વાતાવરણમાં જવાથી શરીર પર વિપરિત અસર થાય છે. જેના કારણે અનેક સમસ્યાનો ખતરો વધી જાય છે. તો ચાલો જાણીએ તેનાથી થતા નુકસાન વિશે વિગતવાર...
જો તમે તરત જ ઠંડાથી ગરમ વાતાવરણમાં જાવ છો, તો તમારું બ્લડપ્રેશર એકદમ ઝડપથી લૉ થવા લાગે છે. આથી હાર્ટ સાથે સંકળાયેલી સમસ્યા ધરાવતા લોકોએ તેનાથી બચવું જોઈએ.
AC રૂમની ઠંડકથી તરત જ તડકામાં જવાથી સનબર્ન, એલર્જી અને બળતરા જેવી સ્કિન સબંધિત સમસ્યા થઈ શકે છે.
ACમાંથી તડકાની હાનિકારક કિરણોમાં જવાથી શરીરનું તાપમાન ઝડપથી વધવા માંડે છે. જેના પરિણામે હીટ સ્ટ્રોક થાય છે.
તાપમાનમાં અચાનક મોટો ફેરફાર થવાના કારણે માથામાં દુખાવાની સમસ્યા થઈ શકે છે. આવું વારંવાર થવાથી માઈગ્રેનની સમસ્યા વકરી શકે છે.
AC રૂમમાંથી નીકળીને તડકામાં જતા પહેલા ખુલ્લા કપડા અને સન ગ્લાસ પહેરીને તેમજ બૉડી પર સનસ્ક્રીન લગાવીને જ નીકળવું જોઈએ.