Fatty Liver: રાતમાં ફેટી લિવર સાથે સંકળાયેલા આ સંકેતોને ના કરશો ઈગ્નોર


By Sanket M Parekh20, Jun 2025 03:43 PMgujaratijagran.com

ફેટી લિવરની સમસ્યા

આજકાલ ખરાબ લાઈફસ્ટાઈલ અને ખાણી-પીણીની ખોટી આદતોના કારણે મોટાભાગના લોકો લિવર સબંધિત બીમારીઓનો શિકાર બની રહ્યાં છે. જે પૈકી ફેટી લિવર પણ એક ગંભીર સમસ્યા છે.

ડાયાબિટીસનો ખતરો

જ્યારે લિવરમાં ફેટ જમા થવા લાગે, તો આ સ્થિતિને ફેટી લિવર કહેવામાં આવે છે. જે વ્યક્તિને ફેટી લિવર હોય છે, તેને ડાયાબિટીસ થવાનો ખતરો પણ અનેકગણો વધી જાય છે.

ફેટી લિવરના સંકેત

આજે અમે આપને ફેટી લિવર સાથે સંકળાયેલા કેટલાક એવા સંકેતો વિશે જણાવીશું, જે માત્ર રાતના સમયે જ જોવા મળે છે. જેને તમારે સાધારણ સમજીને નજરઅંદાજ ના કરવા જોઈએ.

ખંજવાળ આવે

રાતના સમયે જો વધારે ખંજવાળ આવી રહી હોય, તો તે ફેટી લિવરનો સંકેત હોઈ શકે છે. આવી સ્થિતિમાં તમારે તાત્કાલિક તમારા ફેમિલી ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.

પરસેવો વળવો

જો તમને રાતના સમયે કોઈ કારણ વિના પરસેવો વળી રહ્યો હોય, તો પણ તમારે તબીબની સલાહ લેવી જોઈએ. આ પણ ફેટી લિવરનો સંકેત હોઈ શકે છે.

ઊંઘ પૂરી ના થવી

આજની વ્યસ્ત જીવનશૈલીમાં અપુરતી ઊંઘની સમસ્યા ખૂબ જ સામાન્ય થઈ ગઈ છે. ફેટી લિવરમાં પણ વ્યક્તિની ઊંઘ તૂટવા લાગે છે. તમારે આ લક્ષણને હળવાશથી ના લેવા જોઈએ.

પગમાં સોજા થવા

શરીરમાં વિટામિન B12ની ઉણપ ઉપરાંત ફેટી લિવરના પગલે પણ રાતના સમયે પગના પંજા અને સાંધામાં સોજા થઈ જાય છે.આ દરમિયાન બ્લડ સર્ક્યુલેશન પણ ખરાબ થવા લાગે છે.

સૂતા સમયે થાક લાગવો

ઘણી વખત એવું જોવા મળ્યું છે કે, ફેટી લિવરમાં વ્યક્તિ જલ્દી થાકી જાય છે. રાતના સૂતા સમયે તમને થાકનો અહેસાસ રહેતો હોય, તો તે ફેટી લિવરની સમસ્યા હોઈ શકે છે.

વરસાદની ઋતુમાં ગળામાં દુખાવો કેમ થાય છે? જાણો