આજકાલ લોકોને ડિનર પછી આઈસ્ક્રીમ ખાવાનો શોખ વધી ગયો છે. બાળકોને આ ખૂબ જ ગમે છે.
પરતું દરરોજ રાત્રે જમ્યા પછી આઈસ્ક્રીમ ખાવું સ્વાસ્થ્ય માટે ઘણી રીતે નુકસાનકારક સાબિત થઈ શકે છે.
આયુર્વેદમાં ગરમ ખોરક પછી ઠંડી વસ્તુઓનું સેવન કરવાની સખત મનાઈ છે. આને વિરોધી ડાયટ કહેવાય છે.
ડિનર પછી આઈસ્ક્રીમ ખાવાથી ઊંઘ પર ખરાબ અસર પડે છે. આઈસ્ક્રીમમાં રહેલી ખાંડ ઊંઘની ગુણવતાને અસર કરે છે.
જો તમે રાત્રે આઈસ્ક્રીમ ખાધા પછી બ્રશ ન કરો તો દાંતમાં પોલાણની સમસ્યા જલ્દી વધી શકે છે.
રાત્રિભાજન પછી મીછાઈ ખાવાથી કફ વધવાની તકલીફ થઈ શકે છે.આનાથી શ્વાસ લેવામાં તકલીફ,ઉધરસ અથવા છાતીમાં ભારેપણાની અનુભૂતિ થઈ શકે છે.
આઈસ્ક્રીમમાં રહેલી કેલરી પણ તમારું વજન વધારી શકે છે. તેમાં રહેલી ખાંડ પણ મોટાપાનું જોખમ વધારે છે.
આઈસ્ક્રીમમાં મીઠાશ માટે ફ્રુક્ટોઝ ઉમેરવામાં આવે છે. તેનું સેવન કરવાથી ફેટી લીવર અને લીવ સિરોસિસનું જોખમ વધી શકે છે.