ફ્રિજમાં લોટ રાખવાની આદત તમારા સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરી શકે છે. જ્યારે તમે વધેલો લોટ ફ્રિજમાં રાખો છો તો તેમાં ઘણા રસાયણીક બદલાવ આવે છે. આવો જાણીએ આ બદલાવ વિશે.
ફ્રિજમાં રાખેલો વાસી લોટથી બનેલી રોટલી ખાવાથી પાચનને લગતી સમસ્યા થઇ શક છે. વાસી રોટલીમાં બેક્ટેરિયા ખૂબ જ ઝડપથી ફેલાય છે, જે પાચન માટે હાનિકારક બની શકે છે, અને તમને અપચો અને એસિડિટીની સમસ્યા થઇ શકે છે.
ફ્રિજમાં રાખેલા વાસી લોટનું સેવન કરાવાથી શ્વાસને લગતી સમસ્યાઓનો સામને કરવો પડે છે, જી હા વાસી રોટલીમાં બેક્ટેરિયાના કારણે ઇન્ફેક્શનનો જોમખ વધી જાય છે, જેનાથી ગળા અને મોઢામાં દુખાવો થવા લાગે છે.
જે લોકોની ઈમ્યૂન સિસ્ટમ કમજોર હોય છે તેઓએ ફ્રિજમાં રાખેલા લોટનું સેવન ભૂલથી પણ ના કરવું જોઇએ. કારણ કે આમા હાનિકારક બેક્ટેરિયા રહેલા હોય છે, જે તમારામાં ઘણી બીમારીઓ લાવી શકે છે.
ફ્રિજમાં રાખેલા વાસી લોટથી બનેલી રોટલીનું સેવન કરવાથી ગભરામણ અથવા ઉબકા જેવી સમસ્યા થઇ શકે છે, કારણ કે વાસી રોટલીમાં ફંગસ અને બેક્ટિરયા પેદા થઇ જાય છે, જેના કારણે ઉબકા અને ગભરામણ જેવી સમસ્યા થવા લાગે છે.
ફ્રિજમાં રાખેલા વાસી લોટની રોટલીમાં બેક્ટેરિયા ઝડપથી પેદા થાય છે, જેના કારણે આ સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરે છે. વાસ રોટલી ખાવાના કારણે અપચો અને ઝાડા જેવી સમસ્યા પણ થઇ શકે છે.