બટાકાનો ઉપયોગ દરેક શાક બનાવવા માટે થાય છે. બટાકા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે સાથે જ વાળ માટે એટલા જ ગુણકારી છે.
શું તમે જાણો છો બટાકાનો રસ વાળ માટે એક નેચરલ હેર ગ્રોથ ટોનર તરીકે કામ કરે છે. તેની સાથે વાળને ખરવાથી પણ રોકે છે.
આ ઉપાયો કરીને તમે ખરતા વાળની સમસ્યાથી છૂટકારો મળશે સાથે વાળ લાંબા અને ચમકદાર પણ બનશે.
બટાકાનો રસ કાઢીને તેને વાળ ઉપર લગાવો તેનાથી ગ્રોથ સારો થશે.
બટાકામાં રહેલાં પોષકતત્ત્વો વાળને પાતળા થતાં રોકે છે, અને હેર ફોલિકલ્સને જરૂરી પોષણ આપે છે.
બટાકામાં રહેલાં તત્ત્વો વાળને ઓક્સિજન આપે છે અને હેરફોલથી બચાવે છે.
હેરફોલ માટે બાફેલા બટાકાનું પાણી કાઢો ત્યાર બાદ તે પાણીને વાળના મૂળ સુધી અને માથા ઉપર સારી રીતે લગાવો.