આપણા રસોડામાં કોઈને કોઈ બીજ તેલનો ઉપયોગ કરવામાં આવતો હશે, તેમાં ઘણા પોષકત્ત્વો રહેલા હોય છે જે શરીર માટે ઉપયોગી પણ છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી રસોઈ અને પ્રોસેસ્ડ ફૂડમાં વપરાતા બીજના તેલની સ્વાસ્થ્ય પર થતી અસરો અંગે ચર્ચા કરવામાં આવી રહી છે. આવો જાણીએ બીજના તેલ સાથે સંકળાયેલ કેટલીક આડઅસરો વિશે
બીજ તેલ, જેમ કે સોયાબીન, મકાઈ, સૂર્યમુખી અને કુસુમ તેલમા મોટી માત્રામાં ઓમેગા -6 ફેટી એસિડ રહેલું હોય છે. આના વઘુ પડતા ઉપયોગથી ઓમેગા -3 ફેટી એસિડ્સ સાથે અસંતુલન થઈ શકે છે જે ક્રોનિક રોગો થવાનું જોખમ વધી શકે છે
ઓમેગા -6 ફેટી એસિડની નાની મોટી માત્રા શરીરમાં ઈન્ફલામેશન વધારી શકે છે, જે પરિણામે હ્રદયરોગ, સંધિવા અને અમુક કેન્સર જેવી સ્વાસ્થ્ય સમસ્યાઓ નોતરી શકે છે
બીજ તેલ ઓક્સિડેશન માટે સંવેદનશીલ હોય છે, ખાસ કરીને જ્યારે ગરમ થાય છે. ઓક્સિડેશન પ્રક્રિયા એલ્ડીહાઇડ્સ અને ફ્રી રેડિકલ જેવા હાનિકારક પદાર્થો પેદા કરે છે, જે કોષોને નુકસાન પહોંચાડે છે, જેના લીધી ક્રોનિક રોગો થવાનું જોખમ વધે છે
કેટલાક બીજ તેલમાં ઓછી માત્રામાં હાઇડ્રોજન રહેલું હોય છે, અને તેમાં ટ્રાન્સ ચરબી પણ હોઈ શકે છે. ટ્રાન્સ ચરબી કોલેસ્ટ્રોલના સ્તર વધી શકે છે જે છેવટે હૃદય રોગ, સ્ટ્રોક અને ટાઇપ 2 ડાયાબિટીસનું જોખમ વધારે છે
કેટલાક બીજ તેલમાં ઓછી માત્રામાં હાઇડ્રોજન રહેલું હોય છે, અને તેમાં ટ્રાન્સ ચરબી પણ હોઈ શકે છે. ટ્રાન્સ ચરબી કોલેસ્ટ્રોલના સ્તર વધી શકે છે જે છેવટે હૃદય રોગ, સ્ટ્રોક અને ટાઇપ 2 ડાયાબિટીસનું જોખમ વધારે છે
કેટલીક વ્યક્તિઓ બીજના તેલનું સેવન કર્યા પછી પેટની સંબઘિત સમસ્યા થઈ શકે છે, જેમા બ્લોટીંગ ગેસ અથવા ઝાડા જેવી પાચન સમસ્યાઓ અનુભવી શકે છે.
બીજ તેલમાં વધું પ્રમાણમાં કેલરી હોય છે, અને વધુ પડતા સેવનથી વજનમાં વધારો અને સ્થૂળતા આવી શકે છે.
સંશોધનો જોવામાં આવ્યુ છે કે બીજના તેલમાંથી ઓમેગા -6 થી ઓમેગા -3ની હાજરી, આંતરડાના માઇક્રોબાયોટાની રચના પર નકારાત્મક અસર કરી શકે છે જેથી ડિસબાયોસિસ અને સંબંધિત સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે