ડિપ્રેશન સમગ્ર વિશ્વમાં એક મોટી સમસ્યા બની ગઈ છે. ખરાબ લાઈફસ્ટાઈલ, અનહેલ્ધી ડાયેટ, કામનો તણાવ, અંગત જીવનની સમસ્યા વગેર વચ્ચે વ્યકિત ડીપ્રેશનનો શિકાર બની શકે છે. પરંતુ જો તમે સારુ અને હેલ્ધી ડાયેટનું સેવન કરો છો તો તમારી માનસિક સ્વાસ્થ્ય ઘણી હદે સુધારી શકાય છે અને સ્વસ્થ રહી શકે છે. આ સ્ટોરીમા આપણે કેટલાક હેલ્ધી ડ્રીન્ક વિશે જાણીશું.
ગ્રીન ટી એન્ટીઑકિસડન્ટોથી ભરપૂર હોય છે, ખાસ કરીને તેમા રહેલુ કેટેચિન, જે તણાવ ઘટાડે છે અને માનસિક આરામ પ્રદાન કરે છે
ગોલ્ડન મિલ્કને હળદર, દૂધ અને તજ અને આદુ જેવા અન્ય મસાલા વડે બનાવવામાં આવતું હેલ્ધી અને ટેસ્ટી ડ્રીન્ક છે. આમા એન્ટી ઈન્ફલામેટરી ગુણો અને એન્ટીઑકિસડન્ટ ગુણધર્મોનુ્ુ હેલ્ધી કોમ્બીનેશન જોવા મળે છે. જે તમને માનસિક તાણમાં રાહત આપે છે
કેમોમાઈલ ચા માનસિક આરામને ચિંતા ઘટાડવા માટે જાણીતી હર્બલ ચા છે. આમા રહેલા ગુણો તમને ગુણવત્તા ઊંઘ પૂરી પાડે છે, જે ડિપ્રેશન જેવી સ્થિતીમા ઘણી મદદરુપ બને છે
ગરમ દૂધ પીવાથી ઊંઘ સારી આવે છે જેનાથી શરીરને અને મગજને પૂરતો આરામ મળે છો. આમાં રહેલું ટ્રિપ્ટોફન, એમિનો એસિડ હોય છે જે શરીર સેરોટોનિન અને મેલાટોનિનમાં ફેરવાય છે જે બંને મૂડ અને ઊંઘને નિયંત્રિત કરવા માટે જરૂરી છે.
ગરમ દૂધ પીવાથી ઊંઘ સારી આવે છે જેનાથી શરીરને અને મગજને પૂરતો આરામ મળે છો. આમાં રહેલું ટ્રિપ્ટોફન, એમિનો એસિડ હોય છે જે શરીર સેરોટોનિન અને મેલાટોનિનમાં ફેરવાય છે જે બંને મૂડ અને ઊંઘને નિયંત્રિત કરવા માટે જરૂરી છે.
ડાર્ક ચોકલેટમાં એવા ગુણો હોય છે જે તમારા મૂડ અને મગજની કાર્યક્ષમતા વધારવામાં મદદ કરે છે. જે તમારા મગજના સ્વાસ્થ્યમા હકારાત્મક અસર કરી શકે છે.
બેરી, જેમ કે બ્લુબેરી, સ્ટ્રોબેરી અને રાસબેરી, એન્ટીઑકિસડન્ટો, વિટામિન્સ અને ખનિજોથી ભરપુર હોય છે જે મગજના સ્વાસ્થ્યને સુધારે છે. બેરી તમે સ્મૂધી બનાવીને પી શકો છો જે તમારા મૂડને સારો કરે છે અને મગજને એકટીવ રાખે છે