સ્મોકિંગથી રહો દૂર, ચામડી માટે નુકસાનકારક


By Prince Solanki23, Dec 2023 11:40 AMgujaratijagran.com

સ્મોકિંગ

સ્મોકિંગ કરવાથી ચામડીને અનેક નુકસાન થાય છે. ચલો જાણીએ સ્મોકિંગથી ચામડીને થતા નુકસાન વિશે.

એક્સપર્ટની સલાહ

ડો. જયશ્રી શરદ પ્રમાણે સિગારેટ પીવાથી તમારા પૂરા શરીરને નુકસાન થાય છે. આ ઉપરાંત સ્મોકિંગ કરવાના કારણે ચામડી સાથે જોડાયેલી સમસ્યાઓ થવાનુ જોખમ પણ વધી જાય છે.

કાળાપણાનુ કારણ

વધારે માત્રામા સ્મોકિંગ કરવાથી તમારુ શરીર ડિહાઈડ્રેટ થાય છે, જેના કારણે તમારો ચહેરો આખો દિવસ સુસ્ત રહે છે. સ્મોકિંગ કરવાથી ચહેરા પર કાળાપણુ પણ આવે છે.

ખીલની સમસ્યા

વધારે માત્રામા સિગારેટ પીવાથી ચહેરા પર ખીલની અને દાગની સમસ્યા પણ જોવા મળે છે. આ ઉપરાંત સિગારેટ પીવાથી તમારા શરીરમા બ્લડ સર્કુલેશન પણ પ્રભાવિત થાય છે.

ઓક્સિજનની સમસ્યા

સિગારેટમા રહેલો નિકોટિન નામનો પદાર્થ ચામડીમા ઓક્સિજનને પહોંચાડવામા અવરોધ પેદા કરે છે.

ફ્રિ રેડિકલ્સ વધારે

સ્મોકિંગ કરવાથી શરીરમા ફ્રિ રેડિકલ્સ વધે છે. સ્મોકિંગ કરવાથી ચામડીના કેંસરનુ જોખમ વધી જાય છે.

ઈજાને મટાડવામા અવરોધ

સ્મોકિંગ કરવાથી શરીરના કોઈપણ ભાગમા થયેલી ઈજા માથી છૂટકારો મેળવવામા મુશ્કેલી આવે છે. જેથી સ્મોકિંગની આદત આજથી જ છોડી દો.

કોલેજનને નુકસાન પહોંચાડે

સિગારેટના ધુમાડામા રહેલા ટોક્સિન કોલેજનને નુકસાન પહોંચાડે છે. કોલેજન તમારી ચામડીને કોમળ રાખવામા મદદ કરે છે.

આવી અન્ય સ્વાસ્થ્ય સંબધિત જાણકારી મેળવવા માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ ન્યૂઝ એપ.

સ્વસ્થ વાળ માટે મહેંદીમા મિક્સ કરી લગાવો આ વસ્તુઓ