Shukra Gochar 2023: શુક્ર દેવ મીન રાશિમાં પ્રવેશ્યા, આ રાશિઓને થશે ફાયદો


By Akshat Pandya15, Feb 2023 04:30 PMgujaratijagran.com

શુક્ર ગ્રહનો પ્રભાવ

શુક્ર ગ્રહને ધન, પ્રેમ અને ભૌતિક સુખોનો કારક ગણવામાં આવે છે. શુક્રનું રાશિ પરિવર્તન દરેક લોકોની આર્થિક સ્થિતિ, સુખ અને પ્રેમ જીવનને પ્રભાવિત કરે છે.

શુક્ર રાશિ પરિવર્તન

શુક્ર 15 ફેબ્રુઆરી એટલે કે આજે મીન રાશિમાં ગોચર કરશે. શુક્ર મીન રાશિમાં ઉચ્ચના થાય છે, તેથી માલવ્ય યોગનું નિર્માણ થશે.

વૃષભ રાશિ

માલવ્ય રાજયોગ ખૂબ શુભ પરિણામ આપશે. અપરિણિતોના લગ્ન માટે પ્રસ્તાવ આવી શકે છે. નવી નોકરીની ઓફર આવી શકે છે. અચાનકથી ધનલાભ થઈ શકે છે. સંતાન સુખ મળશે.

મિથુન રાશિ

માલવ્ય રાજયોગથી કાર્યક્ષેત્રમાં ફેરફાર આવશે. અટકેલું ધન મળી શકશે. આર્થિક સ્થિતિમાં સુધારો આવશે. વિદેશ યાત્રા પર જવાના યોગ છે.

કન્યા રાશિ

શુક્રનું રાશિ પરિવર્તન ધનલાભ આપશે. ભાગ્યની મદદથી અધૂરા સપના પૂર્ણ થશે. લગ્ન માટે માંગુ આવી શકે છે.

ધનુ રાશિ

માલવ્ય રાજયોગ આર્થિક સ્થિતિ મજબૂત કરાવશે. ઘર કે ગાડી ખરીદી શકશો. ભૌતિક સુખ વધશે. પદ-પ્રતિષ્ઠામાં વધારો થશે.

Mahashivratri 2023: દેવામાંથી મુક્તિ માટે આ વસ્તુનો કરો શિવલિંગ પર અભિષેક