Mahashivratri 2023: દેવામાંથી મુક્તિ માટે આ વસ્તુનો કરો શિવલિંગ પર અભિષેક


By Kishan Prajapati14, Feb 2023 09:09 PMgujaratijagran.com

જળાભિષેક કરવાથી શિવજી પ્રસન્ન થાય છે

શિવલિંગ પર જળાભિષેક કરવાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે. દરરોજ શિવલિંગ પર જળાભિષેક કરવાથી શિવજી પ્રસન્ન થાય છે.

દેશી ઘીનો અભિષેક

જો ઘરમાં કોઈ વ્યક્તિ સતત બીમાર રહે તો તમારે શિવલિંગ પર શુદ્ધ દેશી ઘીનો અભિષેક કરવો જોઈએ.

અત્તરનો અભિષેક કરો

જો તમે લગ્નજીવનથી ખુશ નથી તો શિવલિંગ પર અત્તરનો અભિષેક કરો. જેનાથી પતિ-પત્ની વચ્ચેના સંબંધ સુમધુર બનશે.

મધનો શિવલિંગ પર અભિષેક કરો

જો ઘરમાં કોઈ વ્યક્તિને ગંભીર રોગ છે તો તેણે મધનો અભિષેક શિવલિંગ પર કરવો જોઈએ.

શેરડીના રસનો અભિષેક કરવાથી ખુશી મળશે

જો તમે જીવનમાં ખૂબ જ દુખી છો તે તમારે શેરડીના રસથી શિવલિંગ પર અભિષેક કરવો જોઈએ. જેથી તમારી ખુશી પાછી આવશે.

મોક્ષ માટે ગંગાજળથી અભિષેક કરો

જે શિવભક્ત મૃત્યુ પછી મોક્ષ પ્રાપ્ત કરવા માગે છે તેમણે શિવલિંગ પર ગંગાજળથી અભિષેક કરવો જોઈએ.

સમાચારથી સતત અપડેટ રહેવાં જોતા રહો ગુજરાતી જાગરણ એપ.

Maha Shivratri 2023: ઘરમાં કયા શિવલિંગની પૂજા કરશો? જાણો વિધાન