શિવલિંગને ઘરમાં સ્થાપિત કરવા માટે કેટલાક નિયમ હોય છે. તેને ધ્યાનમાં રાખીને પૂજન કરવું જોઇએ.
તમારા ઘરમાં સ્થાપિત થનારું શિવલિંગ અંગુઠાના આકારથી મોટું ન હોવું જોઇએ.
જો આર્થિક સમસ્યાઓ દૂર કરવી હોય તો સોનાના શિવલિંગની પૂજા કરો. તેનાથી સુખ- સંપત્તિની પ્રાપ્તિ થશે.
ચાંદીથી બનેલું શિવલિંગનું પૂજન કે રુદ્રાભિષેક કરવા પર મહાદેવ સાથે જ ચંદ્ર દેવના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.
પીત્તળનું શિવલિંગ ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેના પર જળાભિષેક હંમેશા શુભ ફળ આપે છે.
સ્ફટિક શિવલિંગને પણ ઘરમાં સ્થાપિત કરી શકાય છે. તેનાથી મનવાંચ્છિત ફળની પ્રાપ્ત થાય છે.
ભગવાન શિવને પારો ખૂબ જ પ્રિય છે. પારાના શિવલિંગના પૂજનથી જીવનમાં દરેક પ્રકારના દુ:ખ દૂર થાય છે.