તુલસીની પૂજા કરવાથી માં લક્ષ્મીની અસીમકૃપા પ્રાપ્ત થાય છે. શાસ્ત્રોમાં તુલસી પૂજાના નિયમો અને જળ અર્પણ કરવા વિશેની વાત કહેવામાં આવી છે.
પૌરાણિક માન્યતા પ્રમાણે રવિવારે તુલસીને જળ અર્પણ કરવાથી લક્ષ્મી માં નારાજ થઇ જાય છે, અને ઘરમાં અર્થિક સ્થિતિ ખરાબ થાય છે.
તુલસી માતાને ભગવાન વિષ્ણુ ખૂબ જ પ્રિય છે, એટલે જ નિર્જળા એકાદશીનું વ્રત રાખે છે. છોડને પાણી અર્પણ કરો છો તો વ્રત તૂટી જાય છે.
દેવઉઠી એકાદશીના દિવસે માં તુલસીના શાલિગ્રામ સાથે વિવાહ થયા હતાં. આ દિવસે પણ તુલસીને જળ અર્પણ ના કરવું જોઇએ.
આ બે દિવસમાં તુલસીને જળ અર્પણ કરવાથી જીવનમાં નકારાત્મક્તાનો વધારો થાય છે. માં લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની નરાજગી પરિવારમાં ગરીબી લાવે છે.