Farali Dosa Recipe: શ્રાવણના ઉપવાસમાં ઘરે બનાવો ફરાળી ઢોસા


By Vanraj Dabhi05, Aug 2024 03:56 PMgujaratijagran.com

ફરાળી ઢોસા

વ્રતમાં તમને કંઈક અલગ ખાવાનું મન થાય તો તમે ઘરે ફરાળી ઢોસા બનાવી શકો છો.

સામગ્રી

સમો, સાબુદાણા,મીઠું, દહીં, મરચા, આદુ, કોથમીર, જીરું, કાળા મરી પાઉડર,મીઠા લીમડાના પાન.

સ્ટેપ-1

સૌ પ્રથમ એક મિક્સર જારમાં સમો અને સાબુદાણા ઉમેરીને પાઉડર બનાવી લો.

સ્ટેપ-2

હવે એક બાઉલમાં કાઢી તેમાં દહીં,પાણી ઉમેરીને બેટર બનાવી લો.

સ્ટેપ-3

હવે તેમાં જીરું, લીલા મરચાની કટકી,મીઠા લીમડાના પાનના ટુકડા,કોથમરી,આદુની પેસ્ટ,જીરું,કાળા મરીનો પાઉડર ઉમેરીને મિક્સ કરી લો.

સ્ટેપ-4

હવે એક નોન સ્ટીક પેન ગરમ કરી પાણીનો છંટકારો મારી તેમાં ચમચા વડે બેટર ફેલાવીને શેકી લો.

સર્વ કરો

તૈયાર છે ફરાળી ઢોસાની રેસીપી, તમે સૂકી ભાજી સાથે સર્વ કરી શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Kantola Sabji Recipe: મોન્સૂન સ્પેશિયલ કંટોલાનું શાક બનાવવાની રેસીપી