ચોમાસામાં વનવગડે ઉગતા કંટોલા માત્ર ચોમાસામાં જ જોવા મળે છે, તેથી કંટોલાનું શાક તમે ઘરે ટ્રાય કરી શકો છો.
કંટોલા, લસણ, હળદર, હીંગ, ધાણાજીરું, લાલ મરચું પાઉડર, મીઠું, તેલ.
સૌ પ્રથમ કંટોલાને ધોઈ સાફ કરી તેને ઝીણા સમારી લો.
હવે એક તપેલામાં તેલ ગરમ કરી તેમાં લસણ, હીંગ અને સમારેલા કંટોલા ઉમેરીને સાંતળી લો.
હવે તેમા હળદર, મીઠું, ધાણાજીરુ, લાલ મચરું પાડર ઉમેરીને બરાબર મિક્સ કરીને થોડીવાર ઢાંકીને પાકવા દો.
હવે તેમાં થોડું પાણી ઉમેરીને પકાવો અને પછી ગેસ બંધ કરી દો.
તૈયાર છે મોન્સૂન સ્પેશિયલ કંટોલાનું શાક તમે રોટલી કે રોટલા સાથે સર્વ કરી શકો છો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.