Vaseti Ni Bhaji: ચોમાસામાં જ મળતી વાસેટીની ભાજી તમે ટ્રાય કરી કે નહીં!


By Vanraj Dabhi05, Aug 2024 12:59 PMgujaratijagran.com

વાસેટીની ભાજી

ચોમાસાની સિઝમાં વનવગડે ઉગતી દેશી જડીબુટી છે, ચોમાસામાં વાસેટીની ભાજી ખૂબ ખાવામાં આવે છે.

સામગ્રી

વાસેટી, તેલ, લાલ મરચું પાઉડર, ધાણાજીરું પાઉડર,હળદર,લસણ,મીઠું,કસુરી મેથી.

સ્ટેપ-1

સૌ પ્રથમ વાસેટીને પાણીથી સારી રીતે ધોઈને ફુલ અલગ કરી લો.

સ્ટેપ-2

હવે એક પેનમાં તેલ ગરમ કરી તેમાં હીંગ, લસણ, હળદર, મીઠુ, ધાણાજીરું,લાલ મરચું પાઉડર અને કસુરી મેથી ઉમેરો.

સ્ટેપ-3

તમામ મસાલા મિક્સ કરી લો પછી તેમાં વાસેટીના ફુલ ઉમેરીને થોડીવાર સાંતળી લો.

સ્ટેપ-4

ભાજીને 10 મિનિટ પકાવીને ગેસ બંધ કરી દો.

સર્વ કરો

તૈયાર છે વાસેટીની ભાજી, આ ભાજી ચોમાસામાં જ મળે છે.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Khaman Bhajiya Recipe: સુરતના ફેમસ ખમણના ભજીયા બનાવવાની રીત