Khaman Bhajiya Recipe: સુરતના ફેમસ ખમણના ભજીયા બનાવવાની રીત


By Vanraj Dabhi05, Aug 2024 10:31 AMgujaratijagran.com

ખમણના ભજીયા

ભજીયાની વિવિધ વેરાયટી તમે ટ્રાય કરી હશે પરંતુ શું તમે ક્યારેય ખમણના ભજીયા નહીં ખાધા હોય, નોંધી લો રેસીપી.

સામગ્રી

ખમણ,તેલ,લસણની પેસ્ટ,આદુ-મરચાની પેસ્ટ,કોથમરી,ચણાનો લોટ,પાણી.

સ્ટેપ-1

સૌ પ્રથમ એક બાઉલમાં ખમણનો ભકો, અને જણાવેલ સામગ્રી તૈયાર કરી લો.

સ્ટેપ-2

હવે એક વાસણમાં થોડું ખમણ,આદુ-મરચા અને લસણની પેસ્ટ ઉમેરો.

સ્ટેપ-3

હવે તેમાં ઝીણી સમારેલી કોથમરી,ચણાનો લોટ,પાણી નાખીને બેટર તૈયાર કરી લો.

સ્ટેપ-4

હવે એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં ભજીયા મૂકીને તળી લો.

સર્વ કરો

તૈયાર છે ખમણના ભજીયા, તમે ચટણી અને મરચા સાથે સર્વ કરી શકો છો.

લોકેશન

સરદાર ચોક,ન્યૂ આઉટર રિંગરોડ,સરથાણા પોલિસ સ્ટેશનથી ખડસદ રોડ, સુરત.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Tomato Rasam Recipe: આ રીતે ઘરે ટ્રાય કરો ટમેટાની રસમ, વરસાદી ઋતુમાં રોગપ્રતિકારક શક્તિ વધારશે