Tomato Rasam Recipe: આ રીતે ઘરે ટ્રાય કરો ટમેટાની રસમ


By Vanraj Dabhi04, Aug 2024 09:52 PMgujaratijagran.com

ટમેટાની રસમ

ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે અને લોકો વરસાદી ઋતુને ખૂબ પસંદ કરી રહ્યા છે. પરંતુ આ સિઝનમાં બીમારીનું જોખમ રહે છે, તેથી અમે તમને ટમેટાની અદ્ભુત રેસીપી જણાવીશું જે તમારી રોગપ્રતિકારક શક્તિને પણ વધારશે.

સામગ્રી

ટામેટાં, લીલાં મરચાં, પાણી, લસણ, આમલીનો પલ્પ, તેલ કે ઘી, રાઈ, જીરું, કાળા મરી પાવડર, લાલ મરચું પાવડર, હીંગ, હળદર પાવડર, કોથમરી, મીઠા લીમડાના પાન.

સ્ટેપ-1

સૌ પ્રથમ એક વાસણમાં પાણી ગરમ કરો અને ટામેટાંને ધોઈને સાફ કરીને તેની છાલ કાઢીને મિક્સરમાં નાખીને પેસ્ટ બનાવી લો.

સ્ટેપ-2

હવે એક અલગ વાસણમાં તુવેર દાળને ધોઈને પાણીમાં બાફીને મિક્સરમાં નાખો અને પેસ્ટ તૈયાર કરો.

સ્ટેપ-3

હવે એક પેનમાં તેલ ગરમ કરી તેમાં રાઈ, જીરું, મીઠા લીમડાના પાન, હિંગ, લીલાં મરચાં-લસણની પેસ્ટ નાખીને સાંતળી લો.

સ્ટેપ-4

હવે તેમાં ટામેટાની પેસ્ટ,આમલીનો પલ્પ, મીઠું, મરચું, હળદર અને કાળા મરીનો પાવડર ઉમેરીને બરાબર મિક્સ કરી તેને ઢાંકીને 2-3 મિનિટ પકાવો.

સર્વ કરો

હવે આ મિશ્રણમાં થોડું પાણી તુવેર દાળની પેસ્ટ નાખીને મિક્સ કરીને 15 મિનિટ પાકવી એક બાઉલમાં કાઢીને કોથમરી ગાર્નિશ કરી સર્વ કરો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Rava Idli: રવાની એકદમ સોફ્ટ અને ઇન્સ્ટન્ટ ઈડલી બનાવવાની રીત