Rava Idli: રવાની એકદમ સોફ્ટ અને ઇન્સ્ટન્ટ ઈડલી બનાવવાની રીત


By Vanraj Dabhi04, Aug 2024 07:58 PMgujaratijagran.com

રવા ઈડલી

મેંદાના લોટમાંથી બનાવેલી ઈડલી તો દરેક લોકોએ ખાધી જ હશે, આજે અમે તમને રવામાંથી ઈડલી બનાવવાની રીત જણાલીશું.

સામગ્રી

ઘી, અડદદાળ, ચણાદાળ, રવો, મીઠો લીમડો, કાજુ, હીંગ, કોથમરી, દહીં, બેકિંગ સોડા, તેલ.

સ્ટેપ-1

સૌ પ્રથમ એક પેનમાં ઘી ગરમ કરી તેમા રાઈ,જીરું,સુકી અડદદાળ,ચણાદાળ ઉમેરી સાંતળી લો.

સ્ટેપ-2

હવે તેમા લીલા મરચાની કટકી,આદુ,મીઠા લીમડાના પાન,કાજુના ટુકડા, હીંગ,રવો ઉમેરીને શેકી લો.

સ્ટેપ-3

હવે તેમા કોથમરી,દહીં, પાણીઉમેરીને બેટર બનાવી પછી ઈડલી મોલ્ડમાં તેલ લગાવો.

સ્ટેપ-4

હવે ઈડલીના બેટરમાં પાણી,બેકિંગ સોડા ઉમેરી ખીરું થોડું પાતળું કરીને ઈડલી મોલ્ડમાં ખીરું રેડો અને 10 મિનિટ પકવો

સર્વ કરો

હવે ઈડલીને બહાર કાઢી ઠંડી થાય પછી તમે નારિયેળની ચટણી કે સાંભાર સાથે તમે સર્વ કરી શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Sev Mamra Recipe: મમરામાંથી ઘરે જ બનાવો મેઝીક મસાલા ચેવડો, નોંધી લો રેસીપી