ઘણા બાળકો અને પુખ્ત વયના લોકોને થોડી થોડી વારે કઈક હળવો નાસ્તો કરવાની ટેવ હોય છે, તમે ઘરે બાળકોને નાસ્તામાં મમરામાંથી મેઝીક મસાલા ચેવડો બનાવી આપી શકો છો.
લાલ મરચું પાઉડર, ધાણાજીરું પાવડર, હિંગ, હળદર, આમચૂરણ, સંચળ, દળેલી ખાંડ, મીઠું, તેલ, રાઈ, કાજુ, મગફળી, કિસમિસ, મીઠા લીમડાના પાન.
સૌ પ્રથમ એક મિક્સર જારમાં તમામ મસાલા નાખીને મિક્સ કરી લો.
હવે એક પેનમાં તેલ ગરમ કરી તેમાં રાઈ,મગફળી,કાજુ,પાપડના ટુકડા ઉમેરીને સાંતળી લો.
હવે તેમાં કિસમિસ, મીઠા લીમડાના પાન ઉમેરીને વઘાર કરી લો.
હવે તેમાં મમરા અને મિક્સરમાં મિક્સ કરેલ મસાલો નાખીને ચમચા વડે મિક્સ કરી લો.
મસાલા સારી રીતે મિક્સ કરી તમે પ્લેટમાં કાઢીને મમરા ચેવડો સર્વ કરી શકો છો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.