એક્ટ્રેસ કેરી કરેલાના લેટેસ્ટ Blouse Designs તમે પણ કરો ટ્રાય, મળશે હટકે લૂક


By Kisankumar Sureshkumar Prajapati18, Jul 2023 02:21 PMgujaratijagran.com

શ્રદ્ધા આર્ય

કુંડળી ભાગ્યની ફેમસ એક્ટ્રેસ શ્રદ્ધા આર્યની ફેશન સેન્સ કમાલની છે. ત્યારે અમે તમને કેટલીક લેટેસ્ટ બ્લાઉઝ ડિઝાઈન વિશે જણાવીએ.

પિંક બ્લાઉઝ

એક્ટ્રેસે પિંક કલરની સાડી સાથે મેચિંગ બ્લાઉઝ કેરી કર્યું છે. આવું બ્લાઉઝ તમે લહેંગાની સાથે પણ પેર કરી શકો છો.

પફ સ્લીવ્સ બ્લાઉઝ

એક્ટ્રેસે રેડ સાડીના સાથે પફ સ્લીવવાળું બ્લાઉઝ પહેર્યું છે. તેની બોર્ડર પર ક્રોશિયા લેસ લગાવવામાં આવી છે.

લહેંગા બ્લાઉઝ

એક્ટ્રેસ પીચ લહેંગાની સાથે મેચિંગ ડીપ વી નેક બ્લાઉઝ પેર કરી છે. બ્લાઉઝ પર મિરર વર્ક કર્યું છે.

વી નેક બ્લાઉઝ

શ્રદ્ધાએ વ્હાઇટ પ્રિન્ટેડ લહેંગાની સાથે મેચિંગ ડીપ વી નેક અને પફ સ્લીવ્સવાળું બ્લાઉઝ પેર કર્યું છે. જેને લીધે લહેંગો વધુ સુંદર લાગે છે.

સ્લીવ્લેસ બ્લાઉઝ

શ્રદ્ધાએ બ્રાઉન નેટ સાડીની સાથએ મેચિંગ સ્લીવ્લેસ બ્લાઉઝ પેર કર્યું છે. આ બ્લાઉઝ પર મિરરથી વર્ક કરવામાં આવ્યું છે.

સિલ્વર બ્લાઉઝ ડિઝાઈન

શ્રદ્ધાએ સિલ્વર શિમરી લહેંગાની સાથે ડીપ નેક બ્લાઉઝ પેર કરી છે. આ સ્લીવ્લેસ બ્લાઉઝને તમે સાડીની સાથે ટ્રાય કરી શકો છો.

નેટ બ્લાઉઝ

એક્ટ્રેસે વ્હાઇટ કલરની સાડીની સાથે મેચિંગ બ્લાઉઝ પેર કર્યું છે. આ બ્લાઉઝના સ્લીવ્સ પર નેટ વર્ક કર્યું છે.

તેજસ્વી પ્રકાશના ખૂબસૂરત આઈ મેકઅપ લુક્સ