રોજ રાત્રે દારૂ પીવો જોઇએ કે નહીં, જાણો


By Hariom Sharma17, Jun 2023 07:17 PMgujaratijagran.com

ઘણાં લોકોને દારૂ પીવું ખૂબ જ પસંદ હોય છે. કેટલાક લોકો શોખ માટે દારૂનું સેવન કરતાં હોય છે. આજે આપણે જાણીશું દારૂનું સેવન રાત્રે કરવું જોઇએ કે નહીં.

લીવર પર અસર

જો તમે રોજ રાત્રે આલ્કોહોલનું સેવન કરવાની આદત છે તો આ આદત સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. રોજ દારૂ પીવાથી લીવરને લગતી સમસ્યા થઇ શકે છે.

હૃદય માટે

જો તમારા હાર્ટને હેલ્ધી રાખવા માગો છો તો, વધુ માત્રામાં આલ્કોહોલનું સેવન ના કરો. રોજ આલ્કોહોલનું સેવન કરવાથી હૃદયને લગતી બીમારીઓનું સંભાવના વધી જાય છે.

ડિહાઇડ્રેશન

તમે રોજ રાત્રે દારૂનું સેવન કરો છો તો આનાથી તારી બોડી ડિહાઇડ્રેટ થઇ શકે છે. પોતાને હેલ્ધી રાખવા માટે આલ્કોહોલના સેવનથી દૂર રહેવું.

કિડની પર અસર

રોજ આલ્કોહોલનું સેવન કરવાથી તમારી કિડની પર ખરાબ અસર થાય છે. કિડનીને લગતી બીમારીઓથી બચવા માટે આલ્કોહોલથી દૂર રહેવું જોઇએ.

મેન્ટલ હેલ્થ

રોજ રાત્રે દારૂનું સેવન કરવાથી તમારી મેન્ટલ હેલ્થ પ્રભાવીત થઇ શકે છે. દારૂના સેવનને કારણે અનિદ્રાની સમસ્યા થઇ શકે છે.

ઇન્ફર્ટિલિટી

દારૂનું સેવન કરવાથી મહિલાઓ અને પુરુષની પ્રજનન ક્ષમતા પર અસર થઇ શકે છે. પ્રેગ્નેન્સીમાં આલ્કોહોલનું સેવન ના કરવું જોઇએ.

બાળકોની આંખમાં કાજલ લગાવવું બની શકે છે તમારી મોટી ભૂલ, જાણો તેનાથી થતા નુક્સાન