શિવલિંગ પર અભિષેક કરતા સમયે હંમેશા રાખો દિશાનું ધ્યાન


By Pandya Akshatkumar28, May 2023 02:58 PMgujaratijagran.com

જળાભિષેકના નિયમ

ભોલેનાથને જળ અર્પણ કરવાના કેટલાક નિયમો છે. જો આ નિયમો અનુસાર તેનો અભિષેક કરવામાં આવે તો તે ભક્તોની દરેક મનોકામના પૂર્ણ કરે છે.

હંમેશા નીચે બેસીને અભિષેક કરવો

તમે શિવજીને જળ અર્પણ કરવા જાઓ ત્યારે ધ્યાન રાખો કે ઉભા રહીને ક્યારેય શિવજીને જળ ચઢાવવામાં આવતું નથી. જલાભિષેક હંમેશા બેસીને કરવામાં આવે છે.

દિશાનું ખાસ મહત્વ

શિવલિંગ પર હંમેશા દક્ષિણ દિશામાં ઉભા રહીને જળ અર્પણ કરવું જોઈએ. કહેવાય છે કે આ દિશામાં ઉભા રહીને જળ ચઢાવવાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે.

કઈ બાબતનું રાખશો ધ્યાન?

શાસ્ત્રો અનુસાર શિવલિંગ પર જળ ચઢાવતી વખતે એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે શિવલિંગ પર જળ હંમેશા ઉત્તર દિશાથી પડવું જોઈએ, એવું કહેવાય છે કે આ કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે.

કઈ દિશામાં મુખ રાખવું

શાસ્ત્રો અનુસાર ભગવાન શિવને જળ અર્પણ કરતી વખતે ક્યારેય પણ ઉત્તર, પૂર્વ અને પશ્ચિમ તરફ મુખ ન રાખવું જોઈએ. એવું માનવામાં આવે છે કે આ દિશાઓમાં ભગવાન શિવની પીઠ છે.

આ બાબતનું ખાસ ધ્યાન રાખવું

શિવજીને જળ અર્પણ કરતી વખતે ખાસ ધ્યાન રાખવું જોઈએ કે પાણીની ધીમી ધાર જ શિવલિંગ પર પડે. આનાથી ભોલેનાથ ખૂબ જ પ્રસન્ન થાય છે અને ભક્તોને તેમના આશીર્વાદ આપે છે.

28 મે 2023નું રાશિફળ | Your Daily Horoscope Today May 28, 2023