નાયરા ઉર્ફે શિવાંગી જોશીની હેર સ્ટાઈલ તો જુઓ


By Jivan Kapuriya25, Jul 2023 03:38 PMgujaratijagran.com

જાણો

'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ' ફેમ નાયરા ઉર્ફે શિવાંગી જોશી દરેક લુકમાં શાનદાર લાગે છે.તેમની હેરસ્ટાઇલ પણ ખૂબ જ સુંદર છે.તેમના કેટલાક લુકમાંથી તમે ટિપ્સ લઈ શકો છો.

ફિંજ કટ

જો તમે તમારી રેગ્યુલર હેર સ્ટાઈલ થી કંટાળી ગયા હોવ તો તમે શિવાંગી જોશીની આ સ્ટાઈલ કોપી કરી શકો છો.

ખુલ્લા વાળ

જો તમને કંઈ સમજાતું નથી તો તમે શિવાંગી જોશીની જેમ વાળ ખુલ્લા રાખી શકો છો. આ ઉપરાંત તમે વાળને હળવા કર્લ કરી શકો છો.

સિમ્પલ મેસી બન

તે ગાઉન હોય કે સાડી સિમ્પલ મેસી બન હંમેશા સારો વિકલ્પ હોય છે. આ હેરસ્ટાઈલ તમારા લુકમાં ગ્લેમર ઉમેરશે.

સ્ટ્રેટ હેર સ્ટાઈલ

સિમ્પલ અને એલિગન્ટ લુક માટે તમે શિવાંગીની જેમ સીધા વાળ એટલે કે સ્ટ્રેટ હેરસ્ટાઈલ પણ કરી શકો છો. આ હેરસ્ટાઈલ દરેક ફંક્શનમાં ટ્રાય કરી શકાય છે.

લો બન

શિવાંગીની લો બન હેરસ્ટાઈલમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.આ હેરસ્ટાઈલને સાડી કે ગાઉન સાથે કરી શકાય છે.

કર્લી હેર સ્ટાઈલ

શિવાંગી જોશી મોટાભાગે કર્લી હેરસ્ટાઈલમાં જોવા મળે છે.તમે પણ તેની જેમ કર્લી હેર સ્ટાઈલ અપનાવીને ચર્ચામાં રહી શકો છો.

ચોટલો વાળવો

શિવાંગી જોશીએ તેના લાંબા વાળનો ચોટલો બનાવ્યો છે. જે ખૂબ જ સુંદર લાગી રહ્યા છે. તમે લાંબા વાળ માટે આ સ્ટાઈલ ટ્રાય કરી શકો છો.

શિવાંગી જોશીની આ વિવિધ હેરસ્ટાઈલ તમે પણ અજમાવી શકો છો.

નોરા ફતેહીના આકર્ષક શિમરી લુક્સ