હિન્દુ ધર્મમાં શ્રાવણ માસનું મહત્વ વધુ છે. શ્રાવણમાં શિવજીની ઉપાસના કરવામાં આવે છે.
ભગવાન શિવને શ્રાવણમાં પ્રસન્ન કરવા માટે શિવલિંગ પર અભિષેક કરવામાં આવે છે. આવો જાણીએ શિવલિંગ પર કઈ-કઈ વસ્તુઓથી અભિષેક કરવો શુભ ગણાય છે.
શિવલિંગ પર શુદ્ધ જળ અર્પણ કરવું જોઈએ, તે ખૂબ જ શુભ માનવામાં આવે છે.
શ્રાવણમાં ખાસ કરીને દૂધથી શિવલિંગ પર અભિષેક કરવો જોઈએ.
શિવલિંગ પર ઘીથી અભિષેક કરવાથી સ્વાસ્થ્ય સંબંધિત બીમારીઓ દૂર રહે છે.
વૈવાહિત જીવનમાં સુખાકારી માટે શિવલિંગ પર અત્તર પર છાંટવુ જોઈએ. તેનાથી લગ્નજીવન સારુ રહે છે.
શ્રાવણમાં શિવલિંગ પર મધનો અભિષેક કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે.