શિવલિંગનો અર્થ શું થાય છે? જાણો


By Pandya Akshatkumar03, Jul 2023 04:11 PMgujaratijagran.com

મહત્વ

હિન્દુ ધર્મમાં શિવલિંગની પૂજાનું ખૂબ જ મહત્વ છે. મોા ભાગના લોકોને શિવલિંગનો અર્થ ખ્યાલ હોતો નથી, તો આજે જાણીએ શિવલિંગનો અર્થ શું છે..

શિવલિંગ

શિવલિંગ ભગવાન શિવનું એક સ્વરુપ છે. જેની હિન્દુ ધર્મમાં વિશેષ રુપથી પૂજા કરવામાં આવે છે. ઘણાં લોકો આ વિશે જાણકારી ન હોવા પર ભ્રમ ફેલાવતા હોય છે.

હકીકત

શિવલિંગ શબ્દમાં શિવનો અર્થ સ્પષ્ટ છે પરંતુ લિંગનો અર્થ સંસ્કૃતમાં થાય છે 'પ્રતીક'. એટલે શિવલિંગનો પૂર્ણ અર્થ થાય છે 'શિવનું પ્રતીક'.

પરિભાષા

શિવલિંગ શબ્દમાં ભોલે બાબાના અનંત અસ્તિત્વ પરિભાષિત છે. શિવલિંગનો એક અર્થ અનંત પણ થાય છે. જે વસ્તુનો કોઈ અંત નથી તેને અનંત કહેવાય છે.

સમાનતા

શિવલિંગ માતા પાર્વતી અને ભગવાન શિવનું અકલ રુપમાં ચિત્રણ પણ છે. આ પ્રતીક છે કે પુરુષ અને સ્ત્રી બંનેનું વિશ્વમાં સમાન અસ્તિત્વ છે.

4 જુલાઈ 2024નું રાશિફળ | Your Daily Horoscope Today July 4, 2024