શ્રાવણ મહિનામાં શિવ ચાલીસા કરવાના ફાયદા


By Jivan Kapuriya18, Aug 2023 01:18 PMgujaratijagran.com

મહાદેવ

હિંદુ ધર્મમાં ભગવાન શિવને દેવોના દેવ મહાદેવનો દરજ્જો આપવામાં આવ્યો છે.

મહાદેવની પૂજા

સાચી ભક્તિ સાથે મહાદેવની પૂજા,મંત્રો જાપ અને શિવ ચાલીસાના પાઠ કરવાથી જીવનની મુશ્કેલીઓ અને અવરોધો દૂર થાય છે.

શિવ ચાલીસા

ધાર્મિક ગ્રંથો અનુસાર શિવ ચાલીસાનો યોગ્ય રીતે પાઠ કરવાથી શિવની કૃપાથી સૌથી મોટી સમસ્યાઓ પણ દૂર થાય છે. જાણો શિવ ચાલીસાના પાઠના ફાયદા.

રોગ મુક્ત

કહેવાય છે કે શિવ ચાલીસાના પાઠ કરવાથી શરીરને રોગોથી મુક્તિ મળે છે.

તણાવમાં રાહત

શિવ ચાલીસાનો નિયમિત પાઠ કરવાથી માદક દ્રવ્યોની લત,ડિપ્રેશન અને તણાવથી રાહત મળે છે.

સગર્ભા સ્ત્રીઓ

જો ગર્ભવતી મહિલાઓ શિવ ચાલીસાનો પાઠ કરે છે તો તેમનું બાળક સુરક્ષિત રહે છે.

મનોકામના પૂર્ણ થાય

એવું કહેવાય છે કે દરરોજ શિવ ચાલીસાનો પાઠ કરવાથી વ્યક્તિની મનોકામનાઓ પૂર્ણ થાય છે.

ભૂત-પ્રેત

એવું કહેવાય છે કે શિવ ચાલીસાના પાછ કરવાથી ભૂત-પ્રેત આત્માઓ અને અવરોધો દૂર થાય છે.

નોંધ

આ માહિતી માત્ર માન્યતાઓ,શાસ્ત્રો અને વિવિધ માધ્યમો પર આધારિત છે. કોઈપણ માહિતી પર વિશ્વસ કરતા પહેલા નિષ્ણાતોની સલાહ લો.

વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં મોરનાં પીંછાં રાખવાથી ક્યાં ફાયદાઓ થાય છે, જાણો