મોરના પીછા એ દ્વતાઓના પ્રિય ઘરેણાં છે. મોરના પીંછા ખસ કરીને ભગવાન કૃષ્ણને અર્પણ કરવામાં આવે છે.
જણાવી દઈએ કે વાસ્તુશાસ્ત્રમાં પણ મોરના પીંછાનું ખાસ મહત્વ છે. ઘરમાં મોરનું પીંછું રાખવાથી વાસ્તુ દોષ દૂર થાય છે અને આર્થિક સ્થિતિ પણ સારી થાય છે.
જો ઘરમાં નકારાત્મક ઉર્જાની સમસ્યા હોય તો મોરના પીંછા રાખવા ખૂબ જ અસરકાકર માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે તમામ દેવતાઓ અને નવ ગ્રહો મોરના પીંછામાં રહે છે.
આજે અમે તમને વાસ્તુ અનુસાર ઘરમાં મોર પીંછા રાખવાથી થતા ફાયદાઓ વિશે જાણાવીશું.
મોર પીંછાને લઈને એક માન્યતા એવી પણ છે કે જો કોઈ બાળકને અભ્યાસમાં રસ ન હોય તો મોરના પીંછાને તેના રૂમ અથવા પુસ્તકોની વચ્ચે રાખવા જોઈએ.
જો તમારા ઘરમાં કોઈ પ્રકારનો વાસ્તુ દોષ છે તો ઘરમાં વાંસળીની સાથે મોરનું પીંછું અવશ્ય રાખો.
વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં મોર પીંછા રાખવાથી સકારાત્માક ઉર્જા વધે છે અને તમામ પ્રકારના વસ્તુ દોષોની આડ અસર ઓછી થાય છે.
બેડરૂમમાં પૂર્વ કે ઉત્તર દિશામાં દિવાલ પર મોરના બે પીંછા એક સાથે રાખવાથી વિવાહિત જીવન સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે અને સંબંધોમાં મધુરતા આવે છે.
આર્થિક સમસ્યાઓથી ઝઝૂમી રહેલા લોકોએ પોતાની ઓફિસ અથવા ઘરની તિજોરીની દક્ષિણ-પૂર્વ દિશામાં મોરનું પીંછું રાખવું જોઈએ.
ઘરના મુખ્ય દરવાજા પર ગણેશજીની મૂર્તિની સાથે મોર પીંછ રાખવાથી તમામ પ્રકારના વાસ્તુ દોષ દૂર થાય છે અને નકારાત્મકનો વાસ નથી થતો.