ખરતા વાળને રોકે છે શિકાકાઇ અને મધનું હેર પેક


By Hariom Sharma21, Aug 2023 06:18 PMgujaratijagran.com

શિકાકાઇ અને મધથી બનેલા હેર પેકમાં વિટામિન અને એન્ટિઓક્સિડેન્ટથી ભરપૂ હોય છે, જે વાળને પોષણ આપીને સ્વસ્થ અને મજબૂત બનાવીને વાળનો વિકાસ કરે છે. આવો જાણીએ શિકાકાઇ અને મધથી બનેલા હેર પેકથી કયા ફાયદા થાય છે.

ડેન્ડ્રફથી છુટકારો

શિકાકાઇમાં એન્ટિફંગલ ગુણ હોય છે, જે સ્કેલ્પ પર થતાં ફંગલ ઇન્ફેક્શનને વધતુ રોકે છે. શિકાકાઇમાં મધ મિક્સ કરીને લગાવવાથી માથા પર ડેન્ડ્રફ અને ખંજવાળ આવવાથી આરામ મળે છે.

શાઇન એન્ડ સોફ્ટ

શિકાકાઇમાં પ્રાકૃતિક સેપોનિન હોય છે, જે ફિણ પેદા કરે છે, અને વાળને વગર નુકસાને સાફ કરે છે. વાળમાં શિકાકાઇ અને મધના મિશ્રણનો ઉપયોગ કરવાથી વાળમાં નમી રહેવામાં મદદ મળે છે.

વાળ ખરતા અટકે છે

શિકાકાઇમાં વિટામિન C જેવા પોષકતત્ત્વો હોય છે, જે વાળના મૂળને મજબૂત કરે છે અને વાળ ખરતા ઘટે છે. શિકાકાઇની સાથે મધને મિક્સ કરીને ઉપયોગ કરવાથી વાળના વિકાસમાં વધારો થાય છે.

સ્કેલ્પ માટે ફાયદાકારક

શિકાકાઇમાં એન્ટિ બેક્ટેરિયલ ગુણ સંક્રમણ અને બળતરા જેવી ઘણી સ્કેલ્પ સમસ્યાઓમાં રાહત મળે છે. સ્કેલ્પમાં થતાં સોજા અને બળતરામાં ઘટાડો કરવા મટે તમે શિકાકાઇ અને મધનું મિશ્રણ વાળમાં ઉપયોગ કરી શકો છો.

વાળમાં સુધારો

શિકાકાઇ અને મધના નિમયિત ઉપયોગથી વાળમાં સુધારો આવ શકે છે. આ વાળને જાડા બનાવે છે.

શું તમને ખબર છે! પોહા ખાવાથી અઠળક આરોગ્યલક્ષી ફાયદા થાય છે, જાણી લો