સવારનો નાસ્તો સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ છે. નાસ્તામાં પોહા ખાવાથી તમે દિવસભર ઉર્જાવાન અનુભવો છો.તે ખાવાથી સ્વાસ્થ્યને ઘણા ફાયદા થાય છે. ચાલો જાણીએ.
નાસ્તામાં પોહા ખાવાથી શરીરમાં એનર્જી આવે છે.તેની અંદર કોર્બોહાઇડ્રેટ ખૂબ જ સારી માત્રામાં જોવા મળે છે.તેનું સેવન કરવાથી પેટ ભરેલું રહે છે અને શરીર ઉર્જાવાન રહે છે.
પોહા ખાવાથી શરીરમાં આયર્નની ઉણપ દૂર થાય છે.જે લોકોને લોહીની ઉણપ વર્તાઈ તે લોકોએ પોહા ખાવા જોઈએ.
પોહામાં આયર્ન અને હાઈ ફાઈબર ભરપૂર માત્રામાં મળી આવે છે.આ ખાવાથી બ્લડ સુગર કંન્ટ્રોલમાં રહે છે.આવી સ્થિતિમાં ડાયાબિટીસના દર્દીઓ માટે પોહાનું સેવન ફાદાકારક સાબિત થાય છે.
જે લાકોને ગેસ અને અપચાની સમસ્યા રહે છે તેમને નાસ્તામાં તેલ વાળી વસ્તુ ખાવાની જગ્યાએ પોહાને ખાવા જોઈએ.તેને ખાવાથી તકલીફથી રાહત મળે છે.
પોહામાં કેલરીની માત્રા ઓછી હોય છે પોહામાં ફાઈબર ભરપૂર માત્રામાં મળી આવે છે.જે વજન ઘટાડવામાં મદદ કરે છે.
પોહા ખૂબ જ સરળતાથી પચી જાય છે. તેનું સેવન કરવાથી પેટ સંબંધિત સમસ્યામાં રાહત મળે છે.
પોહામાં કેલ્શિયમનો સારો સ્ત્રોત હોય છે. તે ખાવાથી હાંડકા મજબૂત થાય છે અને સ્વાસ્થ્ય પણ સારું રહે છે.
આરોગ્ય સંબંધિત તમામ સમાચાર માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.