100 ગ્રામ તલમાં 1400 MG કેલ્શિયમ હોય છે. જેનું સેવન તમારા હાડકા માટે ખૂબ જ ફાયદેમંદ છે.
સ્ટ્રોબેરી એન્ટી ઑક્સિડેન્ટથી ભરપુર હોય છે. જે તમારા નબળા હાડકાને મજબૂત બનાવવામાં મદદ કરે છે.
હાડકાને મજબૂત કરવા માટે ડેરી પ્રોડક્ટ તમારી ડાયટમાં સામેલ કરવી જરૂરી છે. દૂધ અને તેની પ્રોડક્ટ કેલ્શિયમના સૌથી શ્રેષ્ઠ સ્ત્રોત મનાય છે.
લીલા શાકભાજી પણ કેલ્શિયમનો સારો સ્ત્રોત મનાય છે, જે હાડકાને મજબૂત બનાવે છે. તમારી ડાયટમાં બ્રોકલી, કોબીજ, ભીંડા સહિત અન્ય લીલા પાંદડાવાળા શાકભાજી સામેલ કરી શકો છો.
શરીરને કેલ્શિયમ પૂરુ પાડવા માટે સોયા પ્રોડક્ટનું સેવન પણ કરી શકાય છે. તમે તમારી ડાયટમાં સોયાબીન અથવા તેની અન્ય પ્રોડક્ટ જેમ કે સોયા ચંક્સ અને ટોફૂ વગેરે સામેલ કરી શકો છો.
ડ્રાય ફ્રૂટ્સ અને સીડ્સ પણ કેલ્શિયમ અને પ્રોટીનનો સારો સ્ત્રોત મનાય છે. જે વધતી વયે નબળા પડી રહેલા હાડકાને મજબૂતી પૂરી પાડે છે.