કાંટા લગા ગર્લ શેફાલી જરીવાલાએ 42 વર્ષની ઉંમરે કાર્ડિયાક અરેસ્ટને કારણે દુનિયાને અલવિદા કહી દીધુ છે.
અભિનેત્રીના મોતથી ચાહકો આઘાતમાં છે અને ઘણા સ્ટાર્સે પણ આ અંગે શોક વ્યક્ત કર્યો છે.
તાજેતરમાં અભિનેત્રીના મૃત્યુ પછી તેના પતિ પરાગ ત્યાગીનો હોસ્પિટલ છોડીને જતો એક વીડિયો સામે આવ્યો છે.
શેફાલી જરીવાલાના મૃત્યુ પછી સોશિયલ મીડિયા પર તેમની છેલ્લી પોસ્ટ ખૂબ વાયરાલ થઈ રહી છે.
શેફાલીએ તેના મૃત્યુના બે દિવસ પહેલા પોતાની ગ્લેમરસ તસવીરો શેર કરી હતી, જેમાં તેણી પોતાને ચમકાવવાની વાત કરી રહી હતી.
આ પોસ્ટ કર્યા બાદ અભિનેત્રીએ પોતાનો તૈયાર થતો એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તેઓ મેકઅપ વડે તૈયાર થઈ રહ્યા હતા.
આ પોસ્ટ સાથે અભિનેત્રીએ લખ્યું કે જીવન જીવવાનો સમય આવી ગયો છે, આ પોસ્ટ જોઈએ લોકો ભાવુક થઈ રહ્યા છે.