તાજેતરમાં, શર્વરી વાઘ એક કાર્યક્રમમાં હાજરી આપી હતી, જેમાં તે ઝગમગતા જરદોઝી લહેંગામાં ખુબજ સુંદર લાગી રહી હતી.
શર્વરીએ ટ્રેડિશનલ કલાકારીને ઉજાગર કરતો આકર્ષક ડિઝાઈનને લહેંગો પહેર્યો હતો. આમા ઇમ્પોર્ટેડ સિલ્ક ફેબ્રિક પર જટિલ જરદોઝી વર્ક કરવામાં આવ્યું હતું.
100% સ્વદેશી મણકાથી સુશોભિત આ આઉટફીટ ભારતના પરંપરાગત ફૅશનને ઉજાગર કરે છે
આ લહેંગાને બનાવવામાં 1,650 કલાકથી વધુ સમય લાગ્યો હતો અને તેની કિંમત આશરે રૂ. 4.5 લાખ છે.
શર્વરીની નવી ફિલ્મ 'વેદા' હાલમાં સિનેમાઘરોમાં ધમાકેદાર ચાલી રહી છે, જેમાં જ્હોન અબ્રાહમ પણ મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે