હાલ શાર્ક ટેન્ક ઈન્ડિયા TV પર સૌથી લોકપ્રિય શૉ છે. જેમાં સામેલ તમામ જજ ખૂબ જ ચર્ચામાં રહે છે
બિઝનેસની દુનિયા સાથે સંકળાયેલા આ દિગ્ગજ પોતાની લાઈફ સ્ટાઈલ અને કમાણીના કારણે ખૂબ જ ચર્ચામાં રહે છે
અમે તમને શાર્ક ટેન્ક ઈન્ડિયા સિઝન-2માં સામેલ તમામ જજોની કમાણી વિશે વિસ્તૃતમાં બતાવવા જઈ રહ્યાં છીએ
અમન ગુપ્તા Boat કંપનીના કો-ફાઉન્ડર છે. જેમણે ઈન્ડિયન સ્કૂલ ઑફ બિઝનેસથી ફાઈનાન્સ એન્ડ સ્ટ્રેટેજીમાં MBA કર્યું છે. અમનની કુલ કમાણી લગભગ 700 કરોડ રૂપિયા છે
પિયૂષ બંસલ લેન્સકાર્ટના કો-ફાઉન્ડર છે. જેમની કુલ નેટવર્થ 600 કરોડ રૂપિયા છે. તેમણે McGill યુનિવર્સિટીમાંથી ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગની ડિગ્રી હાંસલ કરી છે
અમિત જૈન શાર્ક ટેન્ક સિઝન-2માં જજ તરીકે જોવા મળે છે. તેમની કુલ કમાણી 2900 કરોડ રૂપિયાની આસપાસ છે. અમિત જૈન Cardekho.com ગ્રુપના ફાઉન્ડર છે.
વિનીતા સિંહ સુગર કૉસ્મેટિકની ફાઉન્ડર છે. જેમની કમાણી 300 કરોડ રૂપિયાની આસપાસ છે
નમિતા Emcure Pharmaceuticalsની એક્ઝિક્યૂટિવ ડિરેક્ટર છે. જેમની કુલ કમાણી 600 કરોડની આસપાસ છે
અનુપમ મિત્તલ પીપલ ગ્રુપ કંપનીના માલિક છે. જે Shaadi.Com અને Makaan.comની પેરેન્ટ કંપની છે.જેમની કુલ નેટવર્થ 185 કરોડ રૂપિયા છે.