એક સપ્તાહમાં સુગર કંપનીના શેરોમાં 17 ટકા સુધીનો કડાકો


By Nileshkumar Zinzuwadiya10, Dec 2023 06:04 PMgujaratijagran.com

ભારતના ઘરેલુ બજારમાં ખાંડ

ભારતના ઘરેલુ બજારમાં ખાંડની પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધતા જાળવી રાખવા કેન્દ્ર સરકારે કેટલાક દિવસ અગાઉ શેરડીના રસમાંથી ઈથનોલ બનાવવા પર પ્રતિબંધ મુક્યો છે.

17 ટકા સુધીનો ઘટાડો

તેને પગલે સુગર કંપનીના શેરોમાં 17 ટકા સુધીનો ઘટાડો થયો છે.ઈથનોલ પર પ્રતિબંધને લીધે કંપનીના કામકાજને અસર થશે.

બલરામપુર સુગરના શેર

બલરામપુર સુગરના શેરમાં 16 ટકાથી વધારે ઘટાડો થયો છે. સરકારના નિયંત્રણની આ શેરના ભાવ પર વિપરીત અસર જોવા મળી રહી છે.

નબળી સ્થિતિ

ચાલુ નાણાકીય વર્ષમાં ભારતમાં ખાંડના ઉત્પાદનને લઈ અનિશ્ચિતતા યથાવત જોવા મળી રહી છે અને તેમા નબળી સ્થિતિ જણાય છે. ખાંડના ઉત્પાદનમાં ઘટાડો થાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

નવા વર્ષથી મોંઘા થશે ટાટા મોટર્સના કોમર્શિયલ વ્હિકલ