રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરોમાં નવી નીચી સપાટી બનાવી દીધી છે. આજે ભાવ 1.50 ટકા ગગડી રૂપિયા 2,200 સપાટી ગુમાવી દીધી. કંપનીનું માર્કેટ કેપ ઘટીને 14.81 લાખ કરોડ થયું છે.
શેરનો ભાવ રૂપિયા 28 એપ્રિલ 2022ના રોજ રૂપિયા 2856 હતો, જે વર્તમાન ગગડીને રૂપિયા 2,211.15 આવી ગયો છે, આમ ઉપરના સ્તરેથી 23 ટકા ગગડ્યો છે.
છેલ્લા આઠ દિવસથી શેરમાં સતત ઘટાડો થઈ રહ્યો છે, આ વર્ષે અત્યાર સુધીમાં 15 ટકા ગગડી ગયો છે, ત્રણ મહિનામાં 17 ટકા ભાવ ઘટ્યો છે.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરના ભાવ ઘટી રહ્યા છે ત્યારે તે અનેક સેક્ટરમાં ડીલ કરી રહી છે. રિટેલ વેન્ચરે કૈંપા કોલા બ્રાન્ડને રી-લોંચ કરી છે.
ભારતીય શેરબજાર ગગડીને 58,000નું લેવલ ગુમાવી દીધુ છે. જ્યારે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ 21.45 ગગડી રૂપિયા 2201.60 થયો છે.