હિન્દુ ધર્મમાં અઠવાડિયાના સાતે સાત દિવસ દેવી દેવતાઓને સમર્પિત છે. શનિવારે શનિ દેવની પૂજા કરવામાં આવે છે.
જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે શનિવારે શનિ દેવની પૂજા કરવાથી જીવનમા પડતા કષ્ટમાથી રાહત મળે છે. શનિના કેટલાક ઉપાયોથી સૂતેલી કિસ્મત ચમકી ઉઠે છે.
પીપળાના ઝાડને પાણી પીવડાવીને તેની નીચે એક દીવાને સળગાવો. આ કરવાથી શનિ દેવ પ્રસન્ન થાય છે.
જો તમે શનિની પીડાનો સામનો કરી રહ્યા છો તો ઓમ એ હીં શ્રી શનેશ્વરાય નમ: ના જાપ કરો. તેનો લાભ ચોક્કસ મળશે.
શનિવારના દિવસે કાળી છત્રી, કાળા તલ, બૂટ ચપ્પલ તથા અળદની દાળનુ દાન કરો.
શનિ રક્ષા સ્ત્રોત પાઠ શનિવારના દિવસે કરો. તેનાથી સાડેસાતી અને શનિદોષમાથી મુક્તિ મળે છે.