વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે ઘરમાં છોડ લગાવવા ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેની પરિવારના સભ્યો પર ખૂબ જ સકારાત્મક અસર પડે છે.
જો તમારા ઘરમા પણ કોઈ કારણોસર રોજ ઝગડા થઈ રહ્યા છે તો તમે ઘરમાં કેટલાક છોડ લગાવવાથી શાંતિ જળવાય છે. ચલો એ છોડના નામ જાણીએ.
કમળના છોડનો સંબધ માં લક્ષ્મી સાથે જોડાયેલો હોય છે. આ છોડને ઘરમાં લગાવવાથી સુખ શાંતિ પ્રવેશે છે.
ગલગોટાના ફૂલનો ઉપયોગ પૂજા પાઠમા કરવામાં આવે છે. વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે ઘરમાં ગલગોટાનો છોડ લગાવવાથી સુખ શાંતિનુ વાતાવરણ સર્જાય છે
વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે ઘરમાં પારિજાતનો છોડ લગાવવાથી સુખ શાંતિનુ આગમન થાય છે. આ ઉપરાંત તેની પરિવારના સભ્યો પર ખૂબ જ સકારાત્મક અસર પડે છે.
વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે ઘરમાં ગુલાબનો છોડ લગાવવાથી નકારાત્મકતા દૂર થાય છે. ગુલાબના ફૂલોને ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે.