અભ્ચાસમા એકાગ્રતા લાવવા માટે અભ્યાસ માટેની જગ્યા ખૂબ જ મહત્વ રાખે છે. ચલો જાણીએ અભ્યાસ માટેની કંઈ જગ્યાને સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે.
વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે ઘરમાં જો અભ્યાસ માટેનુ ટેબલ યોગ્ય જગ્યાએ રાખવામાં આવે તો અભ્યાસ માટેની એકાગ્રતા આવે છે. આ ઉપરાંત કરિયરમાં પણ મદદ મળે છે.
માન્યતા પ્રમાણે ઘરમાં જો અભ્યાસ માટેનુ ટેબલ યોગ્ય જગ્યાએ ન રાખવામાં આવે તો બાળકના અભ્યાસ પર તેની ખરાબ અસર પડે છે અને કરિયરમાં પણ અવરોધો આવે છે.
અભ્યાસ માટેનુ ટેબલ હંમેશા એવી જગ્યાએ રાખવુ જોઈએ જે તમારી એકાગ્રતા બનાઈ રાખવામાં મદદ કરે છે. ટેબલ એવી જગ્યાએ રાખવુ જોઈએ જે અભ્યાસમાં રુચિ વધારવામાં પણ મદદ કરે.
ઘરમા અભ્યાસ માટેનો રુમ હંમેશા પૂર્વ અથવા પશ્ચિમ દિશા તરફ હોવો જોઈએ. બીજી યોગ્ય દિશા ઉત્તર છે. એ વાતનુ ખાસ ધ્યાન રાખો કે અભ્યાસ કરતા સમયે બાળકનો ચહેરો પૂર્વ અથવા ઉત્તર દિશામા રહે.
અભ્યાસ માટેના ટેબલને દીવારથી 3 થી 4 ઈંચ દૂર રાખો. જો અભ્યાસ માટેનુ ટેબલ લાકડાનુ છે તો તેને પૂર્વ અથવા અગ્નેય દિશામાં રાખવુ જોઈએ.
દક્ષિણ-પૂર્વ દિશા અભ્ચાસમા એકાગ્રતા લાવવા માટે મદદ કરે છે. લોખંડના ટેબલને ઉત્તર-પશ્ચિમ દિશા તરફ રાખવાથી અભ્યાસમા ફાયદો મળે છે. આ તમામ વાતો માન્યતાઓ પર આધારિત છે.