જો તમે એક પ્રકારનું પનીરનું શાક ખાઇને કંટાળી ગયા છો તો, હવે તમારા માટે અમે લાવ્યા છીએ પનીરથી બનેલી એક શાહી રેસિપી. આવો જાણીએ ઘર પર સરળ રીતે કેવી રીતે શાહી પનીર કોરમા બનાવી શકાય છે.
શારી પનીર કોરમા માટે તમને પનીર, મરી, તજ, લવિંગ, આદું, લીલા મરચા, ક્રીમ, ઘી, મીઠું, તજપત્તા, જીરું, ધાણા પાવડર, ઇલાયચી, લસણ, દહીં, કેસર, બદામ અને ડુંગળીની જરૂર પડશે.
સૌથી પહેલા કઢાઇને ગેસ પર મૂકો. ધ્યાન રહે ગેસ સ્લો હોય. આમા પાણી એડ કરો સાથે મોટી કટિંગ કરેલી ડુંગળી. ડુંગળીને ફ્રાય થવા દો, જ્યાં સુધી ડુંગળી નરમ ના થઇ જાય.
છોલેલી બદામને ગ્રાઇન્ડરમાં પાણી નાંખીને ક્રશ કરી લો, હવે તેમાં પકવેલી ડુંગળી નાખો. આની પેસ્ટ બનાવીને એક બાજ મૂકી રાખો અને એક બાઉલમાં દહીં લઇને તેને હલાવો.
ત્યાર બાદ એક કઢાઇમાં ધીમા ગેસ પર 2 મોટા ચમચા ઘી ગરમ કરીને તેમાં જીરા, તજ, ઇલાયચી, લવિંગ, તજપત્તા અને થોડું જાવીત્રી પાવડર લો. આ બધાં 2 મિનિટ સુધી કઢાઇમાં હલાવો અને તેમાં ક્રશ કરેલી ડુંગળીની પેસ્ટ અને આદુ લસણની પેસ્ટ મિક્સ કરો.
આ બધી સામગ્રીને સુગંધ આવવા સુધી ફ્રાય કરો. હવે આમાં કાપેલા લીલા મરચા, મરી અને ધાણા પાવડર એડ કરો અને ધીમા ગેસ પર પકાવો. લાસ્ટામાં ફેટેલી દહીં મિક્સ કરીને ધીમા ગેસ પર ઝડપથી હલાવો.
દરેક વસ્તુ મિક્સ કર્યા બાદ, તમને જાડી સફેદ ગ્રેવી જોવા મળશે. આમા સ્વાદ પ્રમાણે મીઠું એડ કરો અને 2 મિનિટ સુધી પકવો. ગ્રેવીમાં કટિંગ પનીર ટૂકડા અને લો ફેટ ક્રિમ એડ કરીને સારી રીતે ફ્રાય કરો.
સારી રીતે ગ્રેવી ફ્રાય કર્યા બાદ ગેસ બંધ કરો અને આ સ્વાદિષ્ટ ડિશમાં એક ચમચી ગુલાબ જળ મિક્સ કરો. લાસ્ટમાં કેસરથી આ ડિશને સજાવો.