પડદામાં લાગેલા ખરાબમાં ખરાબ ડાઘા જો તમે સાફ કરવા માગો છો તો આ ટીપ્સ અને ટ્રિક ફોલો કરી શકો છો
પડદામાં લાગેલા કોઇ પણ પ્રકારના ડાગા દૂર કરવા માટે બેકિંગ સોડા અને કોર્નસ્ટાર્ચનો ઉપયોગ કરી શકો છો. આમા તમારે વધુ મહેનત કરવાની જરૂર પણ નથી બસ થોડા સ્ટેપ્સ ફોલો કરવાના છે.
પડદામાં લાગેલો ડાઘાવાળો ભાગ પાણીમાં 10 મિનિટ ડૂબાડીને રાખો. અને બીજી બાજુ 3-4 ચમચી બેકિંગ સોડા અને 2-3 ચમડી કોર્નસ્ટાર્ચ સારી રીતે મિક્સ કરીને બાઉલમાં રાખો.
આ મિશ્રમાં થોડું પાણી એડ કરીને તૈયાર કરી લો. હવે આ મિશ્રણને ડાઘાવાળા ભાગ ઉપર લગાવીને 10 મિનિટ સુધી રાખી મૂકો. 10 મિનિટ પછી ક્લિનિંગ બ્રશથી ઘસીને સાફ કરો.
તમને જણાવી દઇએ કે એમોનિયા પાવડર ખૂબ જોરદાર ક્લિનર છે અને તેના ઉપયોગથી પડદા પર લાગેલા હળદર, ગ્રીસના ડાઘા ઝડપથી દૂર થાય છે.
સૌથી પહેલા એક ડોલમાં 1થી 2 લીટર પાણી નાખો. હવે આ પાણીમાં 2-3 ચમચી એમોનિયા પાવડર મિક્સ કરો.
ત્યાર બાદ ડાઘાવાળા ભાગમાં આ મિશ્રણ લગાવો 10 મિનિટ રાખી મૂકી. 10 મિનિટ પછી ક્લિનિંગ બ્રશથી ઘસીને સાફ કરો.
બેકિંગ સોડા, એમોનિયા પાવડ અને સફેદ વિનેગર સિવાય અને કોઇ વસ્તુઓના ઉપયોગથી પણ પડદામાં લાગેલા ડાઘા સરળતાથી દૂર કરી શકો છો. આ માટે હાઇડ્રોજન પેરોક્સાઇડ, ડિટર્જેન્ટ અને લીંબુના રસનું મિશ્રણ, લીંબુનોરસ, મીઠાના મિશ્રણને બનાવીને ડાઘા સાફ કરી શકાય છે.