બનાવો કુલ્હડ પિઝા, ખઇને આવી જશે મજા


By Hariom Sharma2023-05-23, 10:30 ISTgujaratijagran.com

સામગ્રી

- સ્વીટ કોર્ન - ત્રણ રંગના શિમલા મરચાં - ટામેટા - પનીર - ચિલ્લી ફ્લેક્સ - ચીઝ - બ્લેક ઓલિવ્સ

સ્ટેપ-1

સૌથી પહેલા કુલ્હડ પિઝા બનાવવા માટે દરેક શાકભાજીના નાના-નાના ટૂકડા કરો. તેના પિઝા બેઝને પણ કટ કરી લો.

સ્ટેપ- 2

હવે એક બાઉલમાં સ્વીટ કોર્ન, ત્રણ રંગના શિમલા મરચા, ડુંગળી, ટામેટા અને પનીરને મિક્સ કરી લો.

સ્ટેપ- 3

હવે બાઉલમાં પિઝા સોસ અને ચીઝને સારી રીતે મિક્સ કરીને એક મિશ્રણ તૈયાર કરો.

સ્ટેપ- 4

હવે આ મિશ્રણમાં મીઠું, ચિલ્લી ફ્લેક્સ અને ઓરેગેનો મિક્સ કરો. આમા ચીઝને કટ કરીને મિક્સ કરી લો.

સ્ટેપ- 5

આ તૈયાર મિશ્રણને માટીના કુલ્હડમાં ભરી લો. ચમચી દ્વારા તેને સારી રીતે ભરો. હવે તેને ઓવનમાં બેક કરો.

સ્ટેપ- 6

10 મિનિટ પછી તમારો ટેસ્ટી કુલ્હડ પિઝા ખાવા માટે રેડી છે. આને ગરમ ગરમ સર્વ કરો.

રસ્તા પરથી મળેલા પૈસા શુભ અથવા અશુભ?